logo

header-ad

પોલીસ ભરતી:PSI અને LRDની શારીરિક કસોટીમાં એકથી વધુ કોલ લેટર મળ્યા હોય તેવા ઉમેદવારોએ આ નમૂના મુજબ અરજી કરવાની રહેશે

  • Published By : Jago News
  • Updated on : 2021-11-29 14:22:56

ગુજરાત પોલીસમાં PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે કોલલેટર OJAS વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યા છે. જો કે કેટલાક ઉમેદવારોને સરકારની અન્ય ભરતીની પરીક્ષા, ગ્રામપંચાયતની ચૂંટણી અને અન્ય કારણોસર ફિઝિકલ ટેસ્ટની તારીખો અને કોલલેટરમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે જેને લઇ PSI અને LRD ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને તકલીફ ન પડે તેના માટે પણ આયોજન કર્યું છે. બીજી તરફ અમુક ઉમેદવારોને બે કોલલેટર મળ્યા છે, આ કારણે તેઓ મૂંઝવણમાં મૂકાયા છે.

સમય બચાવવા ટપાલથી અરજી કરવા સૂચન
આ અંગે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, જે ઉમેદવારોને એકથી વધારે કોલલેટર મળ્યા છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટ
https://lrdgujarat2021.in
પર આપેલા નમુના મુજબના ફોર્મમાં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે. રૂબરૂ આવી સમય અને નાણાંનો વ્યય કરવાની જરૂર નથી. ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે.


બે કોલ લેટર પર પરીક્ષા આપનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે
​​​​​​
નોંધનીય છે કે, ભરતી બોર્ડ દ્વારા આ મામલે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એકથી વધુ કોલ લેટર મળ્યા હોય તેવા ઉમેદવારને જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે અને અન્ય કોલલેટરને રદ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બંને કોલલેટર ઉપર ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને આગામી PSI અને LRDની ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકારની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.

રાજ્યમાં LRD ઉમેદવારોને પ્રેક્ટિસ માટે વધુ જિલ્લામાં મેદાનો ફાળવાયાં
ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે.

 

Related News