ઉત્તરકાશી સુરંગની સાઈટ પર પહોંચી PMOની ટીમ, NDMAએ જણાવ્યું- વરસાદ નહીં બને અડચણ
- Published By : Jago News
- Updated on : 2023-11-27 18:36:40
ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમીક્ષા કરવા માટે સોમવારે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધૂ અને અન્ય કેટલાક સીનિયર અધિકારી ઘટના સ્થળે હાજર રહ્યા. આ વાતની માહિતી ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે આપી.
ઉત્તરકાશી સુરંગ મામલે કેન્દ્ર સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય લે.જન. સૈયદ અતા હસનૈને કહ્યું કે, બધુ બરાબર છે. ખાવું-પીવું, દવા બધુ અંદર જઈ રહ્યું છે.
મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે
સૈયદ અતા હસનૈને જણાવ્યું કે, મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહ્યા છે. પરિવાર સાથે તેમની વાત કરાવવામાં આવી રહી છે. સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જરૂરિયાત મુજબ, નવા મશીનો પણ લવાઈ રહ્યા છે.
'વરસાદના કારણે નહીં પડે કોઈ વિશેષ અસર'
તેમણે કહ્યું કે, વરસાદની શક્યતા છે કે પરંતુ તેને વિશેષ અસર નહીં પડે. આપણા તમામ ભાઈ સુરક્ષિત બહાર આવશે, અહીં હું તમને ભરોસો અપાવું છું. સૌના સ્વાસ્થ્ય પર સતત નજર રખાઈ રહી છે. તેમને બહાર કાઢવા માટે અમે કોઈપણ એજન્સીની મદદ લેવા માટે તૈયાર છીએ.
સિલક્યારા તરફથી ફંસાયેલ ઑગર મશીનને કઢાયું
હસનૈને કહ્યું કે, સિલક્યારા તરફથી ફંસાયેલા ઑગર મશીનને બહાર કઢાઈ ચૂક્યું છે. આજે સાંજે 2-2ની ટોળીમાં જઈને મૈન્યુઅલ ખોદકામ કરાશે. વર્ટિકલ ડ્રિલિંગમાં પણ 30-32 મીટર દ્વારા અમે પહોંચી ચૂક્યા છીએ.
પાઈપલાઈન 75 મીટર સુધી પહોંચી, 86 મીટરનું લક્ષ્ય
NDMA સભ્યએ જણાવ્યું કે, ત્રીજી લાઈફ લાઈન તરીકે 6-8 ઈંચની પાઈપલાઈન 75 મીટર સુધી પહોંચી ચૂકી છે અને તેને 86 મીટરર સુધી જવાની છે. પરપેન્ડિકુલર ડ્રિલિંગ પર કામ નથી શરૂ થઈ શકી રહ્યું. બરકોટ તરફથી હોરિજેન્ટલ લાઈન બનાવવા માટે આજે છઠ્ઠો બ્લાસ્ટ કરાયો છે. પ્લાન 6 તરીકે સિલક્યારાની જ તરફથી ડ્રિફ્ટ રૂટ બનાવાશે. તેની પણ શરૂઆત થશે. જો પહેલાવાળુ મેન્યુઅલ ડ્રિલિંગ નિષ્ફળ થશે તો બીજા પ્લાન્સમાં તેજી લવાશે. આજે સાંજે અમે અંદાજ લાગવા લાગશે કે તેમાં 15 મીટરનું જ કામ થઈ રહ્યું છે.