logo

header-ad

PM મોદીએ કહ્યું- આ ગીત વર્ષો સુધી યાદ રાખવામાં આવશે:ઓસ્કર આવતા ભારતમાં ખુશીની લહેર, કંગનાથી લઈ આલિયા સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી

  • Published By : Jago News
  • Updated on : 2023-03-13 18:26:50

મુંબઈ: 13 માર્ચની સવારે ઓસ્કર સેરેમનીમાં ભારતે ઈતિહાસ રચ્યો હતો. પહેલી વાર દેશને બે ઓસ્કર અવૉર્ડ એકસાથે મળ્યા હતા. ફિલ્મ 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ મળ્યો તો બીજી બાજુ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટનો અવૉર્ડ મળ્યો. અવૉર્ડ જીત્યા બાદ દેશમાં ખુશીનો માહોલ છે.

આ ગીતને વર્ષો સુધી યાદ રાખવામાં આવશેઃ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, 'એક્સપ્શનલ જીત, 'નાટૂ નાટૂ' હવે ગ્લોબલ લેવલે છે. આ ગીત વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. એમ.એમ. કીરવાની, ચંદ્રબોઝ તથા પૂરી ટીમને જીતની શુભેચ્છા.

અવૉર્ડ ઘરે આવી રહ્યોઃ રામચરણ
'RRR'ના લીડ એક્ટર રામચરણે કહ્યું હતું, 'આપણે જીતી ગયા. ઇન્ડિયન સિનેમા જીતી ગયું. આપણો દેશ જીતી ગયો. ઓસ્કર હવે ઘરે આવી રહ્યો છે.'

ભારતની ફિલ્મને વિશ્વમંચ પર વખાણવમાં આવીઃ કંગના
કંગનાએ કહ્યું હતું, આખા દેશને શુભેચ્છા. વંશીયભેદને આધારે ભારતીયો પર દમન, અત્યાચાર, હત્યા, ટોર્ચર પર આધારિત આ ફિલ્મને વિશ્વમંચ પર વખાણવામાં આવી છે. માત્ર બંગાળના દુષ્કાળ દરમિયાન મરનારાની સંખ્યા પ્રલય સમયે યહુદીઓના મોતની તુલનામાં ઘણી જ વધારે છે. RRRની ટીમને શુભેચ્છા.'

આ ગીત વિશ્વભરમાં લોકજીભે હતું: ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું, 'ભારતીય સિનેમા માટે આ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે 'નાટૂ નાટૂ' ગીતે ઓસ્કર પુરસ્કાર જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ગીત ભારતીયોની સાથે સાથે દુનિયાભરના સંગીત પ્રેમીઓની જીભ પર રહ્યું છે.'

 

આ માત્ર 'RRR'ની નહીં, પણ ભારતની જીત છેઃ જુનિયર NTR
જુનિયર NTRએ કહ્યું હતું, 'મને ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી. આ માત્ર RRRની જીત નથી, પરંતુ ભારતની જીત છે. મારું માનવું છે કે આ તો શરૂઆત છે. આપણે લોકોને બતાવીશું કે ભારતીય સિનેમા કેટલે દૂર સુધી જઈ શકે છે. કીરવાની ગુરુ ને ચંદ્રબોઝને શુભેચ્છા. રાજમૌલિ વાર્તાકાર તરીકે માસ્ટર છે. આ સાથે જ દર્શકો વગર આ કંઈ જ શક્ય નથી.'

 

Related News