અમેરિકામાં પ્લેન ક્રેશ, ભારતીય મૂળની મહિલાનું મોત:કોકપિટમાં આગ લાગવાથી દુર્ઘટના ઘટી, દીકરી અને પાયલોટની સ્થિતિ ગંભીર
- Published By : Jago News
- Updated on : 2023-03-07 19:44:12
અમેરિકાના ન્યૂયોર્કમાં
રવિવારે થયેલાં પ્લેન ક્રેશમાં એક ભારતીય મૂળની મહિલાનું મોત થઈ ગયું છે. જ્યારે
તેની દીકરી અને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર
કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ
પ્રમાણે આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાના લીધે થઈ છે. પ્લેન લોન્ગ આઇલેન્ડ
પાસે ક્રેશ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર
મહિલાની ઓળખ 63 વર્ષની રોમા ગુપ્તા તરીકે થઈ છે.
પ્લેન ઉડાડવાનું શીખવા
ઇચ્છતી હતી મહિલાઓ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને મહિલાઓ પ્લેન ઉડાડવાનું શીખવા ઇચ્છતી હતી. જે
ફ્લાઇટ દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થયું તે તેમનો ઇન્ટ્રોડક્ટરી લેસન હતો. જેના
દ્વારા તેઓ નક્કી કરવાના હતા કે તેઓ પોતાની ટ્રેનિંગ આગળ વધારશે કે નહીં.
પોલીસે જાણકારી આપી છે
કે પાયલોટ સંપૂર્ણ રીતે ટ્રેન્ડ હતો, તેણે કોકપિટમાં ધુમાડો
જોયો, તેણે તેની જાણકારી એર ટ્રાફિક કંટ્રોલને આપી. જોકે, પ્લેનના માલિકે
જણાવ્યું કે ઉડાન પહેલાં પ્લેનને સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવ્યું હતું. તે સમયે
તેમાં કોઈપણ પ્રકારની ગડબડી હતી નહીં.
ક્રેશ સાઇટ ઉપર સતત
વિઝિટ કરી રહી છે ઇન્વેસ્ટિગેશન એજન્સી
અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારી પ્લેન ક્રેશની તપાસ
માટે સતત ક્રેશ સાઇટની મુલાકાત કરી રહ્યા છે. દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ ન થાય ત્યાં
સુધી તપાસ શરૂ રહેશે. તપાસ કર્મચારીઓ સોમવારે પણ પ્લેનનો કાટમાળ એકઠો કરવા
પહોંચ્યાં હતાં. આજે ફરી પ્લેન ક્રેશ સાઇટ પર પાછા ફરે તેવી આશા છે.
ગુપ્તા પરિવારે 50 લાખ રૂપિયાનું ફંડ
એકઠું કર્યું
દુર્ઘટનાના કારણે ગુપ્તા પરિવારની મદદ માટે લોકોએ 'ગો ફંડ મી' હેઠળ 50 લાખ રૂપિયા જમા કર્યા
છે. જેથી ઘાયલોની સારવાર યોગ્ય રીતે થઈ શકે. જોકે, રિપોર્ટ્સમાં એવું
જણાવવામાં આવ્યું છે કે મૃતક મહિલાની દીકરી દુર્ઘટનાના કારણે થર્ડ ડિગ્રી બર્ન છે.
જેની તેની સ્થિતિ થોડી ગંભીર છે.