logo

header-ad

PBKSએ 11 રનથી CSKને હરાવ્યું:શિખર ધવનની 88* રનની શાનદાર ઈનિંગ, રબાડા-રિષીએ 2-2 વિકેટ લીધી; ધોની-જાડેજા મેચ ન જિતાડી શક્યા

  • Published By : Jago News
  • Updated on : 2022-04-26 10:43:09

મુંબઈ: IPL 2022ની 38મી મેચમાં પંજાબ કિંગ્સે 11 રનથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે. CSK સામે જીતવા માટે 188 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 176/6નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે.આની પહેલા ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 187 રન કર્યા હતા. જેમાં શિખર ધવને 88* રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પંજાબની ટીમની 8 મેચમાં આ ચોથી જીત છે. જ્યારે ચેન્નઈની ટીમે 8 મેચમાંથી આ છઠ્ઠી મેચમાં હારનો સામનો કર્યો છે.


શિખરની વિસ્ફોટક બેટિંગ
શિખર ધવને શાનદાર બેટિંગ કરીને તેની IPL કરિયરની 46મી ફિફ્ટી 37 બોલમાં પૂરી કરી હતી. આ સિઝનમાં ચેન્નઈ સામે ધવનનો આ બીજો 50+ સ્કોર છે. તેણે 59 બોલમાં અણનમ 88 રનની ઇનિંગ રમી હતી. તેવામાં IPLની 200મી મેચમાં કોઈપણ ખેલાડી દ્વારા રમેલી આ સૌથી મોટી ઈનિંગ્સ છે.છેલ્લી 5 ઓવરમાં પંજાબે 64 રન કર્યા. લિયમ લિવિંગ્સ્ટોને 7 બોલમાં 19 રન કર્યા. ચેન્નઈના ડ્વેન પ્રિટોરિયસે 4 ઓવરમાં 50 રન આપ્યા. કેપ્ટન રવીન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 18 રન આપ્યા.

ધવન IPLમાં 6 હજારી બન્યો
મેચમાં 2 રન કરતાની સાથે જ શિખર ધવને IPLમાં પોતાના 6 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ કોહલી (6402) પછી IPLમાં આ રેકોર્ડ નોંધાવનારો ધવન માત્ર બીજો ખેલાડી બની ગયો છે.

·         ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટઃ
શિખરની 200મી IPL મેચઃ PBKSના ઓપનર શિખર ધવન IPLમાં 200 મેચ રમનારો 8મો ખેલાડી બની ગયો છે. આની પહેલા એમ.એસ.ધોની (228), દિનેશ કાર્તિક (221), રોહિત શર્મા (221), વિરાટ કોહલી (215), રવીન્દ્ર જાડેજા (208), સુરેશ રૈના (205) અને રોબિન ઉથપ્પા (201)નું નામ આવે છે.

 

 

 

Related News