logo

header-ad

અફઘાનિસ્તાનમાં થઈ શકે છે 10 લાખ કુપોષિત બાળકોના મોતઃ UNICEF

  • Published By : Jago News
  • Updated on : 2021-10-11 11:12:49

કાબુલઃ અફઘાનિસ્તાનમાં 2021 તત્કાલ કાર્યવાહી વગર અંદાજિત રીતે 10 લાખ બાળકોના ગંભીર કુપોષણથી પીડિત થવાનું અનુમાન છે. અફઘાનિસ્તાનની યાત્રા સમાપ્ત કર્યા બાદ યુનિસેફના એક સર્વોચ્ચ અધિકારીએ આ વાત કહી છે. તેમણે આ જાણકારી સ્થાનીક મીડિયાને આપી છે. 

એરિયાના ન્યૂઝ અનુસાર, આ સપ્તાહે અફઘાનિસ્તાનનો પ્રવાસ કરનાર યુનિસેફના ડેપ્યુટી કાર્યકારી ડાયરેક્ટર ઉમર આબ્દીએ ચેતવણી આપી કે જ્યાં સુધી તત્કાલ સહાયતા આપવામાં આવશે નહીં, ઓછામાં ઓછા દસ લાખ બાળકો ગંભીર કુપોષણનો શિકાર થઈ શકે છે ત્યાં સુધી કે તે બાળકોને મોતનો સામનો કરવો પડી શકે છે. યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓરી અને તીવ્ર પાણીયુક્ત ઝાડાના ગંભીર પ્રકોપથી પરિસ્થિતિ વધુ વણસી છે. આ પરિસ્થિતિએ બાળકોને જોખમમાં મૂક્યા છે.

આબ્દીએ કાબુલમાં ઈન્દિરા ગાંધી બાળ હોસ્પિટલના પોતાના પ્રવાસ દરમિયાન ગંભીર કુપોષણથી પીડિત અનેક બાળકો સાથે મુલાકાત કરી, જે એક જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વરિષ્ઠ લોકો સાથે બેઠક દરમિયાન તેમણે પાયાની સ્વાસ્થ્ય સુવિધા, રસીકરણ, પોષણ, પાણી અને સ્વસ્છતા તથા બાળ સંરક્ષણ સેવાઓ સુધી બાળકોની પહોંચની જરૂરીયાત પર ભાર આપ્યો હતો. 

પોલીસો, ઓરી અને કોવિડ રસીકરણ ફરીથી શરૂ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, બાળકો અને સમુદાયોને રસી અને બીમારીઓથી બચાવવામાં મદદ કરવાની તત્કાલ જરૂરીયાત છે. દુનિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એવા દેશ છે, જ્યાં પોલિયોની બીમારી હજુ પણ છે. યુનિસેફ અનુસાર આબ્દીએ કોવિડથી બચાવ માટે રસીકરણ વધારવા અને પોલિસ કોલ સેન્ટરમાં ભાગીદારોની સાથે મુલાકાત કરી હતી. બધા યુવકો અને યુવતીઓનું શિક્ષણ જાળવી રાખવાના મહત્વ પર ભાર આપતા આબ્દીએ કહ્યુ કે, તેણે પોતાના દેશના ભવિષ્ય નિર્માણમાં સાર્થક રૂપે ભાગ લેવો જોઈએ. 

તેમણે કહ્યું કે યુનિસેફ અફઘાનિસ્તાનમાં દરેક યુવતી, યુવકો અને મહિલાઓના અધિકારો માટે દબાવ બનાવવાનું યથાવત રાખશે. આબ્દીએ કહ્યુ- અમારો ઉદ્દેશ્ય એક એવું અફઘાનિસ્તાન જોવાનો છે જ્યાં દરેક યુવતી અને યુવક સ્કૂલમાં હોય, ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સેવા મળે અને દરેક પ્રકારની હિંસાથી મુક્ત થઈ સુરક્ષિત હોય. અફઘાનિસ્તાનની યાત્રા દરમિયાન આબ્દીની સાથે યુનિસેફના પ્રાદેશિક ડાયરેક્ટર જોર્જ લારિયા અદ્જેઈ અને યુનિસેફ અફઘાનિસ્તાનના પ્રતિનિધિ હર્વે લુડોવિક ડી લિસ પણ હતા. 

 

Related News