logo

header-ad

ટી-20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની જાહેરાત, કેન વિલિયમ્સન કેપ્ટનશીપ કરશે તો ધોનીના ધુરંધરનો ટીમમાં સમાવેશ કરાયો

  • Published By : Jago News
  • Updated on : 2024-04-30 12:16:33

ક્રાઈસ્ટચર્ચ: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે બે બાળકો સાથે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે આનો એક ફની વીડિયો ટ્વીટ કર્યો છે. બાળકોમાં છોકરીનું નામ માટિલ્ડા અને છોકરાનું નામ એંગસ છે. આ પહેલા ODI વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત પણ અલગ રીતે કરવામાં આવી હતી. ત્યારે ખેલાડીઓના પરિવારજનોએ ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે તે જ દિવસે ટુર્નામેન્ટ માટે ટીમ કીટ પણ લોન્ચ કરી હતી. સ્ટાર ખેલાડી કેન વિલિયમસનને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટિંગ કરનાર રચિન રવીન્દ્રને પણ ટીમમાં સામેલ કર્યો છે. રચિન અને મેટ હેનરી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમશે. બેન સીઅર્સનો 16મા ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સમાવેશ કર્યો છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટુર્નામેન્ટ માટે સૌપ્રથમ પોતાની ટીમની જાહેરાત કરી છે.

 

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી.
ટ્રાવેલિંગ રિઝર્વ- બેન સીઅર્સ

ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Cનો ભાગ
T20
વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ડલાસમાં જ રમાશે. ક્રિકેટ ઈતિહાસની પ્રથમ મેચ પણ 1844માં અમેરિકા અને કેનેડા વચ્ચે રમાઈ હતી. ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ 7 જૂનથી અફઘાનિસ્તાન સામેની સફર શરૂ કરશે. આ પછી તેમને 12 જૂને યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમવાની છે. 14 જૂને કિવી ટીમ યુગાન્ડા સામે રમશે જ્યારે 17 જૂને કિવી ટીમ પાપુઆ ન્યૂ ગિની સામે રમશે. ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Cનો ભાગ છે.

 

Related News