logo

header-ad

આર્યનને છોડવા એનસીબીએ 25 કરોડ માંગ્યાનો દાવો

  • Published By : Jago News
  • Updated on : 2021-10-25 10:44:06

મુંબઈ : મુંબઈની  ક્રૂઝ શિપ રેવ પાર્ટીમાં  આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન  ડ્રગ્સ કેસમાં  ફરાર મુખ્ય સાક્ષીદાર  કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે એનસીબી પર ખળભળાટજનક   આરોપ કર્ છે.

એનસીબીે  આર્યનને  છોડવા માટે  શાહરૂખ ખાન પાસે   25 કરોડ રૂપિયાની  માગણી કરી હતી. જ્યારે  સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા મળવાના હતા, એવા આ મામલામાં સાક્ષીદાર  પ્રભાકરના  દાવાથી સનસનાટી  ફેલાઈ ગઈ છે. વાનખેડેેએ  નવ-દસ કોરા કાગળમાં સહી કરાવી હતી. અને પોતાના જીવને જોખમ  હોવાનું પણ  તેણે  જણાવતાં   ચકચાર જાગી છે.

જોકે વાનખેડેએ આ તમામ  આરોપ ખોટા હોવાનું  જણાવીને ફગાવી દીધા હતા. અગાઉ મુંબઈ નજીક સમુદ્રમાં  ક્રૂઝ શિપમાં  રેવ પાર્ટીનો પર્દાફાશ  કરી નોર્કોટિકેસ  કન્ટ્રોલ બ્યુરો  (એનસીબી)એ  શાહરૂખ ખાનના  પુત્ર આર્યન ખાન સહિત  અન્ય આરોપીની   ધરપકડ કરી હતી.   દરમિયાન નશીલો પદાર્થ, રોકડ લરકમ  જપ્ત કરવામાં આવી હતી.  

હાલ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે  તેમને જામીન  મળી ન રહ્યા હોવાથી  પણ વિવાદ શરૂ છે ત્યારે  આ કેસના  સાક્ષીદાર  પ્રભાકર  સાઈલે  એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેને નિશાન બનાવીને  ગંભીર આરોપ  કર્યા છે.

એનસીબીની  કાર્યવાહીની માહિતી  આપતા પ્રભાકર સાઈલે  જણાવ્યું હતું કે  ક્રૂઝ શિપ  પર છાપા  બાદ હું  કિરણ ગોસાવી સાથે જ હતો હું કિરણ અને મનિષ ભાનુશાલી બહારની વ્યક્તિ   હતા. એનસીબીની ઓફિસમાં રાતે  પોણાબાર  વાગ્યે  તમામ આરોપીને  લાવવામાં   આવ્યા હતા. 

તે સમયે  પંચના  સાક્ષીદાર  તરીકે મને  એનસીબીની ઓફિસમાં  બોલાવવામાં  આવ્યો હતો.  મને નવ-દસ કોરાકાગળ પર સહી કરવાનું  ક્હ્યું હતું. કોરા કાગળ પર સહી  શા માટે  કરૂ સએમ  પૂચ્યું  હતું.  તે સમયે   સમીર વાનખેડે  ત્યાં આવ્યા હતા કંઈ નહીં થશે, તું સહી કર, એમવનાખેડેે કહ્યું હતું. આમ મેં  કોરા કાગળો પર સહી કરી હતી. મારૂં આધાર કાર્ડ  મેં તેમને  વોટસ એપ કર્યું હતું.

એનસીબીની  ઓફિસમાં  ખુરશી પર  આર્યન  ખાનની  બાજુમાં   કિરણ  ગોસાવી બેઠેલો હતો.    ત્યારે મેં  વિડીયો   શૂટિંગ કરી લીધું હતું. કિરણ  ગોસાવીએ    ફોન પર આર્યનની  કોઈ ઓળખીતી  વ્યક્તિ  સાથે વાત કરાવી હતી, એવી માહિતી  આપતા પ્રભાકરે  વધુમાં કહ્યું હતું કે  સાક્ષીદાર કિરણ ગોસાવી  પાસે હું  બોડીગાર્ડ  તરીકે કામ  કરતો હતો.

એનસીબીની ઓફિસમાંથી  સવારે સાડા ચાર વાગ્યે  લોઅર પરેલ જઈ રહ્યા  હતા.  સેમ ડિસોઝાની ફોન પર વાત  થઈ હતી. ફોન પર કહ્યું હતું  કે ઉનકો  બોલ 25 કરોડ મે ડીલ કરને કે લિયે, 18 કરોડ મે ફાઈનવ કર. 8 કરોડ વાનખેડે કો દેના હૈ સેમ વચ્ચે કોર્ડિનેટર  હતો એવો દાવો  પણ પ્રભાકરે કર્યો હતો.

તેણે વધુમાં  જણાવ્યું  હતું કે લોઅર પરેલ  તરફ ગયા બાદ બ્રીજ નીચે  અમારી ગાડી  ઊભી રાખી હતી અચાનક તેની પાછળ  મર્સિડિઝ ગાડી   આવી હતી.   આ ગાડીમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી હતી.   કિરણ  ગોસાવી, સેમ અને પૂજા વચ્ચે 15-20 મિનિટ સુધી ચર્ચા   થઈ હતી.  પછી તેઓ જતા રહ્યા હતા.   

3 ઓકટોબરના  સવારે સાડા પાંચ વાગ્યે   ગોસાવીને  ફરી સેમનો ફોન  આવ્યો હતો.   પૂજા ફોન ઉપાડતી ન હોવાનું સેમે કહ્યું  હતું. બીજી તરફ આ કેસ નોંધાયા બાદ  આટલા  દિવસ ચૂપ  રહેવા બાબતે  પ્રભાકરે    કહ્યું હતું કે  હું શાત હતો કેમ કે  મારો  ફેમિલી   પ્રોબ્લેમ છે મને   રહેવા ઘર નથી.  હું ગોસાવી  પાસે 24 કલાક  ડયુટી  કરતો હતો. તેની  સાથે જ રહેતો અને જમતો  હતો.   

મારી પત્નીનો મને ફોન આવ્યો  હતો  પોલીસવાળા વારંવાર ફોન કરી રહ્યા હોવાનું   તેણે ક્હ્યું   હતું.  આથી હું  એક પાર્ટીના સંસ્થાપક પાસે ગયો હતો. હાલ હું  તેની સાથે જ છું.   મને કાર્યવાહી  બાદ બે દિવસ ફોન સ્વિચ  ઓફ રાખવા કહ્યું   હતું.   આટલા દિવસથી  મારો  કોઈ સાથે સંપર્ક  નથી.  હું પંચ તરીકે રહ્યો  તે  બદલ મને  ડર લાગી રહ્યો છે.માને સમીર વાનખેડે તરફથી જોખમ છે.

  તમામ આરોપો  ફગાવી દીધા બાદ સમીર વાનખેડેએ કહ્યું  હતું કે હું પ્રભાકર સાઈલના   તમામ આરોપનો   યોગ્ય સમયે જવાબ  આપીશ. ફરાર કિરણ ગોસાવી અગાઉ વિદેશમાં નોકરી આપવાને છેતરપિંડી  કરવાનો કેસ દાખલ છે. પુણે પોલીસ તેને પકડવા  લૂક આઉટ નોટિસ પણ  બહાર પાડી  છે.   રીઢો ગુનેગાર    ક્રૂઝ શિપ  રેવ પાર્ટી જેવા મહત્ત્વના    કેસમાં  સાક્ષીદાર  હોવાથી  એનસીબીની  કાર્યપ્રણાલિને  લઈને પણ સવાલ ઉભો થાય છે.

મારી ધરપકડ ન કરતા : એનસીબીના વડા વાનખેડેનો મુંબઇ કમિશનરને પત્ર

આર્યન ખાન સામે નોંધાયેલા ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એન.સી.બી.  અધિકારી સમીર વાનખેડેએ મુંબઇ પોલીસ કમિશનર સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે કે આ તેને ખોટાં કેસમાં ફસાવવાના અને તપાસને ગેરમાર્ગે ચડાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેથી તેની ધરપકડ ન કરવા અને તેની સામે કો કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તે તપાસના હિતમાં રહેશે. ઉલ્લેખનીય છે કે આ જે જ આ કેસના એક સાક્ષીએ આક્ષેપ કર્યો છે કે આર્યન ખાનને છોડવા બદલ સમીર વાનખેડેને 18 કરોડ રૂપિયા મળવાના હતા.

ક્રૂઝ ડ્રગ્સ કેસ 'ફેક', તપાસ માટે સ્પેશિયલ  ટીમ બનાવો : નવાબ મલિક

પોતાનો જમાઈ ડ્રગ કેસમાં પકડાયા પછી એનસીપીના નેતા નાર્કોટિક્સ  બ્યુરો પર ખફા  

ક્રૂઝ શિપ રેવ પાર્ટી કેસમાં સાક્ષીદાર પ્રભાકર સાઇલના એનસીબી સામેના આરોપ ગંભીર હોવાથી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવવાની માગણી એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કરી છે. બીજી તરફ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નામથી બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

દરમ્યાન તાજેતરમાં જ એનસીપીના નેતા નવાબ મલિકના જમાઈની ડ્રગ કેસમાં  ર્ન્કોટિક્સ  કન્ટ્રોલ બ્યુરોએ  ધરપકડ કરી હતી અને પછી તેનો જામીન  પર છૂટકારો  થયો હતો.  બસ ત્યારથી  દાઝે  ભરાયેલા નવાબ મલિક એનસીબીના ઉચ્ચઅધિકારી સમીર વાનખેડે પર પ્રહાર કરી રહ્યા છે.

એનસીપીના નેતા નવાબ મલિકે વારંવાર સમીર વાનખેડેની કાર્યવાહી 'ફેક' હોવાનો આરોપ કર્યો છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય સેલિબ્રિટી સામે વાનખેડેની કાર્યાવહી બદલ નવાબ મિલકે ટીકા કરી છે. તેમણે વાનખેડેને જેલમાં મોકલવાની પણ ધમકી આપી હતી. ક્રૂઝ શિપ કેસમાં તપાસ માટે વિશેષ ટીમ બનાવવાની માગણી સાથે મલિક સોમવારે મુખ્ય પ્રધાન અને ગૃહ મંત્રીને મળવાના છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ ટ્વિટ કરી કહ્યું હતું કે 'આર્યન ખાન કેસમાં સાક્ષીદાર પાસે કોરા કાગળમાં સહી કરાવવી અને પૈસાની માગણી કરવી આંચકાજનક છે. બીજી તરફ શનિવારે સાંજથી સમીર વાનખેડેના નામથી બનાવટી ટ્વિટર અકાઉન્ટ બનાવવામાં આવ્યું  હતું. શરૂઆતમાં આ ખાતનાં 'ડીપી'માં એનસીબીનો લોગો હતો.

'બાંદરામાં આજે ત્રણ સ્થળે છાપો માર્યો એમ ટ્વિટ કરવામાં આવ્યું હતું. 'હર્બલ ગાંજા' મુદ્દા પર મલિકની ટીકા કરાઈ હતી. જ્યારે અમુક પ્રતિક્રિયામાં વાનખેડેની પણ ટીકા કરવામાં આવી હતી. ગઈ કાલ રાત સુધી ચર્ચા શરૂ હતી. થોડા સમય બાદ આ ખાતામાં ફેરબદલ કરાયો હતો. એનસીબીના લોગોના બદલે 'નો ડ્રગ્સ'નું ડીપી રાખવામાં આવ્યું હતું.

ઓછા પ્રમાણમાં ડ્રગના વપરાશની મંજૂરી આપવા સામાજિક-ન્યાય મંત્રાલયની વિચારણા

અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ ત્યારથી ડ્રગ્સને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં સરકાર હવે એકદમ ઓછા પ્રમાણમાં વ્યક્તિગત વપરાશ માટે ડ્રગ્સ લેવાની છુટ આપી શકે છે. આ માટે સામાજિક ન્યાય મંત્રાલયે ખાસ ભલામણ પણ કરી છે. 

સામાજિક અને ન્યાય મંત્રાલય દ્વારા રેવન્યૂ ડિપાર્ટમેન્ટને એક રિપોર્ટ સોપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં નાર્કોટિક્સ ડ્રગ્સ કાયદામાં સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલની સિૃથતિ મુજબ બહુ જ ઓછી માત્રામાં પણ ડ્રગ્સ રાખવાની છુટ નથી. જોકે હવે તેમાં સુધારા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 

મંત્રાલયે એવી ભલામણ કરી છે કે બહુ જ ઓછી માત્રામાં ડ્રગ્સ રાખવામાં આવે તો તેને ગુનો માનવામાં ન આવે. જોકે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે જ કામમાં લઇ શકાશે. ભારતમાં નશીલા પદાર્થો રાખવા ગુનો છે અને ડ્રગ્સના કેસમાં આકરી સજાની પણ જોગવાઇ છે. જેમાં એક વર્ષની કેદ આૃથવા 20 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઇ પણ છે.

 

Related News