logo

header-ad

'મારા બાળકો 45 દિવસથી બંધક છે':નવાઝે કહ્યું, 'એક્સ વાઇફને દર મહિને 10 લાખ આપું છું, તે પૈસા માટે બ્લેકમેઇલ કરી રહી છે'

  • Published By : Jago News
  • Updated on : 2023-03-06 18:42:34

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી નવાઝુદ્દીનની પૂર્વ પત્ની આલિયાએ એક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. હવે નવાઝે આ અંગે વાત કરી હતી. નવાઝે સો.મીડિયામાં ત્રણ પેજની પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે પોતાની ચૂપ્પીને કારણે દરેક જગ્યાએ ખોટો સાબિત થયો છે. તે આટલા દિવસ એટલા માટે શાંત હતો, કારણ કે આ તમાશા વિશે તેનાં બાળકો ક્યાંક ને ક્યાંક વાંચે છે. એક પક્ષીય વીડિયોના માધ્યમને કારણે પ્રેસ ને કેટલાક લોકોએ તેના ચરિત્ર હનનને બહુ જ એન્જોય કર્યું છે.

માત્ર બાળકો માટે ડિવોર્સ બાદ નવાઝ-આલિયા સાથે હતાં
નવાઝે કહ્યું હતું, 'હું અને આલિયા છેલ્લાં ઘણાં વર્ષોથી સાથે રહેતાં નથી. અમારા ડિવોર્સ થઈ ગયા હતા, પરંતુ અમે બાળકોને કારણે એકબીજા સાથે જોડાયેલાં હતાં.'

'મારા બાળકો 45 દિવસથી બંધક છે'
નવાઝે એમ પણ કહ્યું હતું, 'શું કોઈને એ વાતની જાણ છે કે મારાં બાળકો છેલ્લા 45 દિવસથી ઇન્ડિયામાં બંધક છે અને સ્કૂલે જઈ શકતાં નથી. સ્કૂલમાંથી રોજ મને લેટર આવે છે કે બાળકો લાંબા સમયથી ગેરહાજર છે.' નોંધનીય છે કે નવાઝનાં બંને બાળકો શોરા તથા યાની દુબઈમાં ભણે છે.

નવાઝ બાળકોની દેખરેખ માટે આલિયાને 10 લાખ રૂપિયા મહિને આપે છે
નવાઝે આલિયા પર આક્ષેપ કરતા કહ્યું હતું, 'બાળકોનો સારો ઉછેર થાય તે માટે છેલ્લાં 2 વર્ષથી હું દર મહિને દસ લાખ રૂપિયા આલિયાને આપું છું. મારાં બાળકો દુબઈમાં હતાં તો સ્કૂલ ફી, મેડિકલ, ટ્રાવેલ ખર્ચ ઉપરાંત 5-7 લાખ રૂપિયા આપતો હતો.

લક્ઝરી કાર ને આલિયાની 3 ફિલ્મને ફાઇનાન્સ કર્યું
'
મેં તેની ત્રણ ફિલ્મને ફાઇનાન્સ કર્યું હતું. આ કિંમત કરોડોમાં થાય એમ છે. તે મારાં બાળકોની માતા હોવાથી મેં આમ કર્યું હતું. બાળકો માટે લક્ઝરી કાર પણ લઈ આપી હતી, પરંતુ આલિયાએ તે કાર વેચીને પોતાના પર તમામ પૈસા ખર્ચ કર્યા. મુંબઈના વર્સોવામાં બાળકો માટે સી ફેસિંગ અપાર્ટમેન્ટ પણ લીધું છે. આ ઉપરાંત દુબઈમાં પણ ઘર ખરીદ્યું છે.'

આ વખતે પણ આલિયાએ પૈસા માટે આક્ષેપો કર્યાઃ નવાઝ
'
આલિયાને માત્ર પૈસા જોઈએ છીએ. તેને કારણે તે મારી અને મારી માતા પર આક્ષેપો કરે છે અને કેસ પણ ફાઇલ કર્યો હતો. આ પહેલાં પણ તેણે પૈસા મળ્યા બાદ કેસ પરત લઈ લીધો હતો.'

બાળકોને કોણ ઘરમાંથી બહાર નિકાળેઃ નવાઝ
નવાઝેમાં વધુમાં કહ્યું હતું, 'મારાં બાળકો જ્યારે પણ વેકેશનમાં ભારત આવે ત્યારે દાદી સાથે રહે છે. તેમને કોણ ઘરમાંથી બહાર કાઢી મૂકે. હું તે દરમિયાન મારા ઘરે હતો જ નહીં. જો આવું જ હતું તો આલિયાએ ઘરમાંથી બહાર કાઢ્યા તે સમયનો વીડિયો કેમ બનાવ્યો નથી? તે દર વખતે રેન્ડમ વીડિયો કેમ શૅર કરે છે?'

'તે મારી રેપ્યુટેશન ખરાબ કરવા માગે છે'
નવાઝે એમ પણ કહ્યું હતું, 'તેણે પોતાના ડ્રામામાં હવે બાળકોને પણ લાવી દીધાં છે. આ બધું કરીને તે મને બ્લેકમેઇલ કરવા માગે છે. તે લોકોની વચ્ચે મારી ઇમેજ ખરાબ કરવા માગે છે.'

વધુમાં નવાઝે કહ્યું હતું, 'કોઈ પેરેન્ટ્સ એમ નહીં ઈચ્છે છે કે તેમનાં બાળકો અભ્યાસ ના કરે અથવા તેના અભ્યાસ પર નેગેટિવ ઇફેક્ટ થાય. પેરેન્ટ્સ હંમેશાં બાળકોને દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ આપવાનો પ્રયાસ કરે છે. હું આજે જે પણ કમાણી કરી રહ્યો છું, તે મારાં બાળકો માટે છે અને આ વાતને કોઈ ઠુકરાવી શકે નહીં. હું શોરા ને યાનીને ઘણો જ પ્રેમ કરું છું. હું તેમના ભવિષ્યની સુરક્ષા માટે ગમે તે હદ સુધી જઈ શકું છું. મને મારા દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે.'

શું છે સમગ્ર ઘટના?
છેલ્લા એક વર્ષથી નવાઝ પર તેની પૂર્વ પત્ની આલિયાએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. નવાઝ તથા આલિયાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. આલિયાએ કહ્યું હતું કે નવાઝ અને તેના પરિવારે તેનું શોષણ કર્યું છે. તો નવાઝે કહ્યું હતું કે તે આલિયાથી અલગ થઈ ચૂક્યો છે, પરંતુ તે ગેરકાયદેસર રીતે સંપત્તિ ને બંગલા પર અધિકાર જમાવવા માગે છે.

આલિયાએ કહ્યું હતું કે નવાઝને ડિવોર્સ આપ્યા બાદ પણ તેઓ રિલેશનશિપમાં હતાં અને બીજા બાળકનો જન્મ પણ ડિવોર્સ બાદ થયો હતો. જોકે, નવાઝે ક્યારેય તેને માન-સન્માન આપ્યું નથી. નવાઝની માતાએ એવું કહ્યું હતું કે બીજું બાળક નવાઝનું નહીં, અન્ય કોઈનું છે.

આલિયાએ નવાઝ પર રેપ કેસ કર્યો
આલિયાએ નવાઝ પર રેપનો કેસ કર્યો છે. આલિયાએ 24 ફેબ્રુઆરીએ સો.મીડિયામાં કહ્યું હતું, 'નવાઝની માતા મારા માસૂમ બાળકને નાજાયઝ કહે છે અને આ બકવાસ માણસ ચૂપ રહે છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં પ્રૂફની સાથે રેપની ફરિયાદ કરી છે. કંઈ પણ થઈ જાય, પરંતુ તે લોકોને મારાં બાળકો નહીં આપું.'

 

Related News