મુંબઈ ઈન્ડિયન્સે સતત બીજી મેચમાં વિજય મેળવ્યો, આરસીબીને થ્રિલર મેચમાં પરાજય આપ્યો
- Published By : Jago News
- Updated on : 2024-04-12 12:31:12
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ
ઈન્ડિયન્સે સતત 3 પરાજય બાદ બીજી મેચ જીતી હતી. ટીમે RCB સામે 197 રનનો મોટો ટાર્ગેટ
માત્ર 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે 17 અને ઈશાન કિશને 23 બોલમાં ફિફ્ટી ફટકારી
હતી જ્યારે જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી.
આ સિઝનમાં RCBની આ પાંચમી હાર છે, ટીમ સતત ચોથી મેચ હારી
હતી. વાનખેડે સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. દિનેશ
કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. મુંબઈએ 197 રનનો ટાર્ગેટ માત્ર 3 વિકેટ ગુમાવીને ચેઝ
કર્યો હતો.
પંડ્યાના છગ્ગાથી મુંબઈ
જીત્યું
મુંબઈએ 16મી ઓવરના ત્રીજા બોલ પર
197 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિક્સરથી ટીમને જીત અપાવી હતી. તેણે 6 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમાર
યાદવે 19 બોલમાં 52 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 34 બોલમાં 69 રનનું યોગદાન આપ્યું હતું.