logo

header-ad

મુફ્તી અઝહરીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ, હેટ સ્પિચ બદલ મુંબઈમાં કાર્યવાહી

  • Published By : Jago News
  • Updated on : 2024-02-05 16:32:02

ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. હેટ સ્પિટ બદલ મુંબઈમાં કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ગુજરાત ATSને બે દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. મુફ્તી અઝહરીને આવતીકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ ગુજરાત એટીએસ મુફ્તી અઝહરીને લઈને જૂનાગઢ જવા માટે રવાના થઈ ગઈ છે. 

અઝહરના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર ઉમટી પડ્યા હતા

અઝહરની ધરપકડ રોકવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા હતા અને પોલીસની વિરોધમાં નારેબાજી કરીને હોબાળો કર્યો હતો. જો કે મુંબઈ પોલીસે એકઠા થયેલા લોકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય  છે કે જુનાગઢના કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વિડીઓ વાયરલ થતા જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૃદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. 


ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થયા હતા

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વક્તા તરીકે મુ્ંબઇના મૌલાના મુફ્તિ સલમાન અઝહરીને બોલાવાયા હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ  ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થયા હતા આ વીડીઓ વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલામન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.  કેસની ગંભીરતા જોતાં ગુજરાત એટીએસ પણ હરકતમાં આવી ગઇ હતી. એટીએસની ટીમ મુંબઇ પહોંચી ગઇ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસ સ્થાને પહોંચી તેની અટક કરી લીધી હતી. પોલીસે સ્થાનિક પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૃ કરી છે. હાલ સલમાન અઝહરીને મુંબઈથી અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવી છે. અહીંથી ટીમ અઝહરીને જૂનાગઢ લઈ જવા માટે રવાના થઈ ગઈ છે. અઝહરીને ગુજરાત લાવ્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે તેણે અગાઉ પણ ભડકાઉ ભાષણો આપ્યા છે.

Related News