ગઠબંધન પર નિર્ભર મોદી સરકાર, પીએમ મોદીએ કહ્યું કે દેશ ચલાવવા માટે જવાબદાર વિપક્ષની જરૂર
- Published By : Jago News
- Updated on : 2024-06-24 11:28:52
નવી દિલ્લી: 18મી લોકસભાનું પહેલું
સત્ર શરૂ થઇ ગયું છે. આજે અને કાલે નવા સાંસદો શપથ લેશે. આ પહેલાં ભાજપ સાંસદ
ભર્તૃહરિ મહતાબને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રોટેમ સ્પીકરનાં શપથ લેવડાવ્યા. આ
દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજ્જૂ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા. બીજી તરફ કોંગ્રેસ સહિત
તમામ વિપક્ષી દળોએ પ્રોટેમ સ્પીકરનો વિરોધ કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે
સરકારે નિયમોની અવગણના કરી છે અને ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત
કર્યા છે. તેઓ 7 વખત સાંસદ છે, જ્યારે કોંગ્રેસના કે. સુરેશ 8 વખત સાંસદ છે. નિયમો
મુજબ કોંગ્રેસના સાંસદને પ્રોટેમ સ્પીકર બનાવવો જોઈતો હતો.
પીએમ મોદીએ શપથ લીધા, વિપક્ષે બંધારણની નકલ હવામાં લહેરાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ દરમિયાન, શાસક પક્ષના સાંસદોએ ભારત માતા
કી જયના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે બંધારણની નકલો હવામાં લહેરાવી હતી.
PMએ કહ્યું- દેશને એક
જવાબદાર વિપક્ષની જરૂર છે
પીએમ મોદીએ કહ્યું-
દેશને એક સારા અને જવાબદાર વિપક્ષની જરૂર છે. જે સાંસદો જીત્યા છે તે લોકોની
અપેક્ષાઓ પૂર્ણ કરશે. 25 કરોડ નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢવા, એ વિશ્વાસ પેદા કરે છે
કે અમે ભારતને ગરીબીમાંથી મુક્ત કરવામાં જલ્દી જ સફળતા પ્રાપ્ત કરીશું.
મોદીએ કહ્યું- ત્રીજી
ટર્મમાં ત્રણ ગણી વધુ મહેનત કરીશું
અમારી ત્રીજી ટર્મમાં
અમે પહેલા કરતા ત્રણ ગણી વધુ મહેનત કરીશું. અમે ત્રણ ગણું વધારે પરિણામ લાવીને
રહીશું. દેશને સાંસદો પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. હું સાંસદોને વિનંતી કરીશ કે
તેનો દેશના હિતમાં ઉપયોગ કરે. જનહિતમાં દરેક શક્ય પગલાં ભરો. દેશની જનતા વિપક્ષ
પાસેથી સારા પગલાની અપેક્ષા રાખે છે. અત્યાર સુધી જે નિરાશા મળી છે, વિપક્ષ આ વખતે ખરો ઉતરે