logo

header-ad

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLમાં ચેમ્પિયન્સ પર અધધધ... કરોડોનો વરસાદ વરસશે:જે જીતશે તેને આટલા કરોડ રૂપિયા મળશે, જાણો અન્ય અવોર્ડ્સ જીતનારને શું-શું મળી શકે છે

  • Published By : Jago News
  • Updated on : 2023-05-29 17:22:43

IPL-2023 હવે પૂર્ણાહુતિના આરે છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઈનલ રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ પાંચમી વાર ટ્રોફી જીતવા માટે ઉતરશે. તો હાર્દિકની આગેવાની હેઠળની ગુજરાત સતત બીજીવાર ટાઇટલ જીતીને ટ્રોફીને ડિફેન્ડ કરવા ઇચ્છશે. હવે જોવાનું એ રહેશે કે આ બન્ને ટીમમાંથી કોણ ટ્રોફી ઉઠાવે છે. ત્યારે જે ચેમ્પિયન બનશે, તેના પર કરોડોની ધનવર્ષા થશે. IPL ચેમ્પિયન બનનાર અને રનર્સઅપ થનારને કરોડોમાં રૂપિયા મળશે. ઉપરાંત અલગ-અલગ અવોર્ડ્સ જીતનારને પણ સારા એવા પૈસા મળશે. તો ચાલો જાણીએ કોને કેટલા રૂપિયા મળી શકે છે.

અલગ-અલગ કેટેગરીના અવોર્ડ્સ જીતનારને પણ સારી રકમ મળશે
IPL
માં દર વર્ષે અલગ-અલગ કેટેગરીમાં પણ અવોર્ડ્સ અપાય છે. જેમાં આ વખતે કુલ સાત કેટેગરીનો સમાવેશ થાય છે. આ વખતે ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, સુપર સ્ટ્રાઈકર ઑફ ધ સિઝન, ઓરેન્જ કેપ, પર્પલ કેપ, મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઑફ ધ સિઝન, સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ અને ગેમ ચેન્જર ઑફ ધ સિઝન જેવા અવોર્ડ્સ આવે છે.

જેમાં ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની વાત કરીએ તો આ અવોર્ડ જીતનારને 20 લાખ રૂપિયા મળશે, તો સુપર સ્ટ્રાઈકર ઑફ ધ સિઝન, ઓરેન્જ કેપ (સૌથી વધુ રન બનાવનાર), પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ લેનાર)ને 15-15 લાખ રૂપિયા મળશે. મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઑફ ધ સિઝન, સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ અને ગેમ ચેન્જર ઑફ ધ સિઝનનો અવોર્ડ જીતનારને 12-12 લાખ રૂપિયા મળશે. આમ અલગ-અલગ કેટેગરીમાં અવોર્ડ જીતનારને પણ ધનલાભ થશે.

લીગની વિજેતાને 20 કરોડ, રનર્સ અપને 13 કરોડ મળશે
IPL-2023માં વિજેતા ટીમ, રનર્સ અપ, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમને પણ રૂપિયા મળશે. IPL ચેમ્પિયનને 20 કરોડ રૂપિયા મળશે. તો ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયા મળશે. ત્રીજા નંબરે રહેનારી ટીમને 7 કરોડ રૂપિયા મળશે. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સને આટલી રકમ મળશે. જ્યારે ચોથા નંબરે રહેનારી લખનઉ સુપરજાયન્ટ્સને 6.5 કરોડ મળશે.

IPL-2023માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ હાલ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પાસે
આ સિઝનમાં હાઇએસ્ટ રન સ્કોરર અને હાઇએસ્ટ વિકેટટેકર ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ જ છે. ઓરેન્જ કેપ ગુજરાતના ઓપનર શુભમન ગિલ પાસે છે. તેણે ક્વોલિફાયર-2 સુધીમાં 851 રન ફટકાર્યા છે. તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અત્યારસુધીમાં 28 વિકેટ ઝડપી છે.

 

Related News