logo

header-ad

માંડવીનો વહાણ ઉદ્યોગ ધમધમતો થયો:દુબઈના શેખના સપનાનું ત્રણ માળનું વહાણ સાત કરોડના ખર્ચે તૈયાર કરાયું, દિવાળી બાદ ડિલીવરી અપાશે

  • Published By : Jago News
  • Updated on : 2021-11-02 11:36:34

કચ્છનું માંડવી દરિયાઈ વહાણ બનાવવા માટે જાણીતું છે. વર્ષોથી અહીં અનેક પરિવારો વહાણ બનાવટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી અહીં બની રહેલું દુબઈના શેખ પરિવારનું એક વહાણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણ તૈયાર થઈ જતા હવે દિવાળી બાદ ડિલીવરી કરાશે. શું છે આ મહાકાય વહાણની ખાસિયત તે જાણીએ.

માંડવીમાં દેશ સહિત વિદેશના વહાણનું નિર્માણ થાય છે
કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષો જૂનો છે. એક સમયે અહીં ખૂબ મોટું વ્યવસાયિક બંદર હતું અને 16 દેશના વાવટા ફરકતા ત્યારે પણ આ ઉધોગ કાયમ હતો અને આજે પણ વિકસિત છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશનાજ નહીં પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવનો ઓર્ડર આપે છે. જ્યાં હાલમાં
માંડવીના રમણીય દરિયા કિનારા પર આવેલા સલાયા નજીકના રૂકમાવતી નદીના પટ્ટમાં તૈયાર થઈ રહેલા ત્રણ માળના વહાણ બનાવવાનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે. બેસ કિંમતી લાકડાઓના સમનવ્યથી તૈયાર કરવામાં આવેલા વહાણને દિવાળી બાદ દુબઈ ખાતે પહોંચાડવામા આવશે.

શું છે ત્રણ માળના વહાણની ખાસિયત?
અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ત્રણ માળના વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરોની મહેનત સાથે ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. જેના નિર્માતા ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે નખશિખ તમામ બાંધકામ માનવ સર્જિત છે. જેનું કામ અતિ ચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે. જે સમુન્દ્રના ખરાબ વતાવતરણનો સામનો આસાનીથી કરી શકે છે. દરેક વહાણ નિર્માણમાં ઉપયોગમાં લેવાતા લાકડા મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. જે લાકડાઓનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવે છે. જેના દ્વારા બહારનો ઢાંચો તૈયાર કરવામાં આવે છે, જ્યારે અંદરના ભાગ માટેનું લાકડું ગુજરાતના ડાકોર અને ખેડા જિલ્લામાંથી મંગાવવામાં આવે છે. તો દેશી બાવળના થડનો પણ તેમાં ઉપીયોગ લેવાય છે. આજ પ્રકારે અમે દુબઈ માટેનું 180 મીટર લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ કર્યું છે. જેના ત્રીજા માળે રહેલી કેબીનો સંપૂર્ણ વાતાનુકુલીત છે.

માછીમારી માટે વહાણનો ઉપયોગ કરાશે
વહાણ નિર્માણની વ્યવસ્થા સંભાળતા જાવેદભાઈ મિસ્ત્રી (લોહાર વઢા)એ વહાણની ઉપીયોગીતા વિશે જણાવ્યું હતું કે, દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરાયેલ વહાણ દ્વારા દુબઈ આસપાસના સમુન્દ્રી વિસ્તારમાં માછીમારી કરાશે, માછીમારી માટે વહાણમાં રખાયેલા સાત જેટલા નાના વહાણોને જહાજમાં લાગેલા ક્રેન દ્વારા દરિયામાં ઉતારવામાં આવશે. જેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણના ભાંકિયામાં એસી ગોડાઊનની સુવિધા રખાઈ છે.

 

માંડવીમાં નિર્માણ કરાયા બાદ વધુ કામગીરી દુબઈમાં થશે
​​​​​​​
વહાણમાં લગાવવાના શક્તિશાળી ઇન બોટ મશીન, લાઈટિંગ અને સંદેશાવ્યવહારના ઉપકરણો દુબઈ ખાતે લગાડવામાં આવશે.જ્યાં તેનું નામકરણ થશે.આ શીપનું કલર કામ પૂર્ણ થયે દિવાળી બાદ અન્ય શીપ સાથે ટોઇંગ કરી દુબઈ પહોંચાડવામાં આવશે.જેના પર લખેલું હશે મેડ ઇન ઇન્ડિયા (માંડવી)

 

Related News