logo

header-ad

મોરબી ઝૂલતા પુલ અંગે ટ્વિટ કરનારની ધરપકડ:મોદીની મોરબી મુલાકાતના ખોટા આંકડા સાથેના ડોક્યુમેન્ટની ટ્વિટ કરનાર TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની રાજસ્થાનથી ધરપકડ

  • Published By : Jago News
  • Updated on : 2022-12-06 19:12:26

વિધાનસભાના બે ચરણની મતદાન પૂર્ણ થયા બાદ રાતે ગુજરાત પોલીસે ટી એમ સી ના રાષ્ટ્રીય પ્રવક્તાની ધરપકડ કરી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ આરોપીને લેવા માટે રાજસ્થાન પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પરથી સાકેત ગોખલે નામના ટીએમસીના પ્રવક્તાની ધરપકડ કરીને અમદાવાદ લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાકેતે ટ્વિટ કરીને મોરબી સંદર્ભે કેટલાક દસ્તાવેજી પુરાવા મૂક્યા હતા. જે ખોટા હોવાની ફરિયાદના આધારે અમદાવાદ સાઇબર ક્રાઇમે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવે છે.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ
મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કર્યા હતા. તેમજ કેટલાક લખાણો અને ડોક્યુમેન્ટ પણ વહેતા કર્યા હતા. જેના કારણે અમદાવાદ સાયબર ક્રાઇમે આવા લોકોની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. કારણ કે, ઘણા સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂકવામાં આવેલા દસ્તાવેજો ખોટા અને ભૂલ ભરેલા હોઈ શકે છે, જેના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.

મોરબીની દુર્ઘટનામાં લોકોએ ઝડપી ન્યાય અને કાર્યવાહીની માગ કરી
મોરબીમાં બનેલી હોનારતમાં 136 જેટલા લોકોના મોતની જ્યાં હતા. મોરબીની દુર્ઘટનાના કારણે સમગ્ર દેશમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને મૃતકોને તાત્કાલિક ન્યાય મળે. તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તે માટે દેશભરમાંથી લોકો આ ઘટનાને વખોડી રહ્યા હતા. આ બધાની વચ્ચે અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ પણ પોતાની વાત સોશિયલ મીડિયામાં મૂકી હતી.

અમદાવાદ ક્રાઈમ પૂરાવા શોધી રહી હતી
ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં મોરબી બ્રિજમાં કરોડોનો ખોટો વ્યવહાર થયો હતો તેવું આક્ષેપ કર્યો હતો. આ સંદર્ભે તેણે કેટલાક દસ્તાવેજો મૂક્યા હતા. જે દસ્તાવેજો ખોટા હોવાની શંકાના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક સંવેદનશીલ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ પૂરાવા શોધી રહી હતી.

ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસ એક્શનમાં
આ દરમિયાન પોલીસને મહત્વના પૂરાવા મળ્યા કે આ દસ્તાવેજો ખોટી રીતે અને ખોટા છે તેમ મૂકીને સાકેત ગોખલે ખોટી રીતે તેને મૂક્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ચૂંટણીઓનો દોર હતો અને બે ચરણના મતદાન દરમિયાન પોલીસ વ્યસ્ત હતી. જે સંદર્ભે બીજા ચરણનું મતદાન પૂર્ણ થતાં જ સાંકેતની સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. જ્યાં રાજસ્થાન એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

Related News