logo

header-ad

પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ લડવાનો વકીલોનો ઈનકાર

  • Published By : Jago News
  • Updated on : 2021-10-30 16:59:52

નવી દિલ્હી: પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓનો કેસ લડવાનો આગ્રાના વકીલોએ ઈનકાર કરી દીધો છે.

આગ્રામાં રહીને અભ્યાસ કરતા આ ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓએ ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતનુ સેલિબ્રેશન કર્યુ હતુ. જે પછી પોલીસે તેમની સામે દેશદ્રોહ હેઠળ ગુનો દાખલ કર્યો છે. દરમિયાન આગ્રાના વકીલ એસોસિસેએશને આ વિદ્યાર્થીઓનો કેસ લડવાની ના પાડી હોવાથી વિદ્યાર્થીઓના પરિવારજનો બીજા શહેરોમાં વકીલોનો સંપર્ક કરી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓ સામે કેસ થયો છે તેમાં પીએચડી કરી રહેલા અતીક ઉર રહેમાન, મસૂદ અહેમદ અને મહોમ્મદ આલમનો સમાવેશ થાય છે. તેમનો કેસ મધુવન ચતુર્વેદી નામના વકીલે હાથમાં લીધો હતો પણ આગ્રાના બાર એસોસિએશને એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, દેશની સામે પડનારા કોઈને પણ વકીલો મદદ નહીં કરે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર વિરોધી હરકતો કરવાની જગ્યાએ અભ્યાસ પર ધ્યાન આપવુ જોઈએ.

આ પહેલા આ ત્રણે વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા જ્યારે કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે પણ રોષે ભરાયેલા કેટલાક લોકોએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.

 

Related News