logo

header-ad

રિલાયન્સ રિટેલે ગત વર્ષ રૂ. 30,000 કરોડનું રોકાણ કર્યુ

  • Published By : Jago News
  • Updated on : 2022-08-08 19:11:48

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના નેજા હેઠળ રિલાયન્સ રિટેલ કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 30,000 કરોડનું મૂડીરોકાણ કર્યુ છે તેમજ વર્ષ દરમિયાન 2500 નવા સ્ટોર અને 1.11 કરોડ ચોરસ ફૂડ વેરહાઉસિંગ સ્પેસનો ઉમેર્યો કર્યો છે એવુ કંપનીએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યુ છે.

દેશના સૌથી મોટા રિટેલરે તેના રિટેલ બિઝનેસમાં ઓર્ગેનિક ગ્રોથ, એક્વિઝિશન અને વ્યૂહાત્મક ભાગીદારીમાં રોકાણ કર્યું છે. જેમાં ગત નાણાંકીય વર્ષે કંપનીએ જસ્ટ ડાયલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો, ભારતમાં 7-ઇલેવન કન્વિનેન્સી સ્ટોરની શરૂઆત અને ઝડપી વિસ્તરણ માટે 7-ઇલેવન ઇન્ક સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યો, ડેઇલી માઇક્રો ડિલિવરી પ્લેટફોર્મ મિલ્કબાસ્કેટ હસ્તગત કરી ઉપરાંત  રિતુ કુમાર અને મનીષ મલ્હોત્રા સહિત ભારતીય ડિઝાઇનરની બ્રાન્ડ્સમાં હિસ્સો ખરીદ્યો છે.

કંપનીને આશા છે કે કોરોના મહામારીની પ્રતિકુળ અસરો દૂર થવા અને માંગમાં વૃદ્ધિના પગલે ભારતનું રિટેલ સેક્ટર 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામશે અને વર્ષ 2025 સુધીમાં 1.2 લાખ કરોડ ડોલરને આંબી જશે. 

 

Related News