logo

header-ad

ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં પહેલાંનો છેલ્લો વીડિયો:વડોદરાના મૃતક વિવેક કરણે કહ્યું- મૈં અપને હિસાબ સે પી રહા હૂં, મુજે કોઈ પીલા નહીં રહા હૈ

  • Published By : Jago News
  • Updated on : 2022-08-10 18:21:46

ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

વડોદરા શહેરના સમા વિસ્તારના રહેવાસી વિવેક કરણે મરતા અગાઉ જે છેલ્લો વીડિયો બનાવ્યો હતો તે દિવ્ય ભાસ્કર પાસે આવ્યો છે, જેમાં મૃતક વિવેક કરણને ડ્રગ ડીલરે કબૂલાતનામું કરાવ્યું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગઇકાલ સુધી પોલીસ દારૂ કે કેફી પદાર્થને કારણે મોત થયું હોવાનું જણાવતી હતી. જો કે વિવેકના અંતિમ વિડીયોને પગલે તેણે ડ્રગ્સના ઓવરડોઝ લીધો હોવાનું સ્પષ્ટ સમજાય છે તેમ જાણકારોનું માનવું છે. મૃતકના મિત્ર વર્તુળમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બલજીત રાવત અને નેહા શહેરમાં રીતસરનું ડ્રગ નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

ડિલરે સ્વબચાવ માટે વીડિયો બનાવ્યો
બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતાં હતાં અને ત્રણેય સમા અને ક્રાઈમ બ્રાન્ચના ચોપડે ચઢી ચૂકેલા છે. આ વીડિયો ઉતારવાનો ઈરાદો મહેફીલમાં બેઠેલા લોકોના સ્વ બચાવનો હોય તેવી શંકા ઊભી થઈ છે.

વિવેકની હત્યાનો આક્ષેપ
વિવેકને ચિત્તા કહેવાતું ડ્રગ પીવડાવ્યું હોવાનું માનવામાં આવે છે, જેના ઓવરડોઝથી મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ કરી છે. વિવેકની માતા અનુસાર તેની હત્યા કરાઇ છે. જો કે વિવેકના પિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડતાં પોલીસની હાલત કફોડી બન્યાંનું સુત્રોએ કહ્યું હતું.

હા ભાઇ, મૈં અપને હિસાબ સે પી રહા હૂં, મુજે કોઈ પીલા નહીં રહા હૈ, મૈં ખુદ માલ ઔર સિરિંજ લેકે આયા હૂં’ : વિવેક પાસે કબૂલાવ્યું

કૈલાસ ઉર્ફે પરિન : ઓ બોલ તું ખુદ તેરે હિસાબ સે પી રહા હમ કોઈ તુજે પિલા નહિ રહે હૈ જબરજસ્તી

વિવેક : હા ભાઈ મે અપને હિસાબ સે પી રહા હું કોઈ મુજે પીલા નહિ રહા હૈ

પરીન : માલ કોન લેકે આયા?

વિવેક : હા મે ખુદ લેકે આયા હું

પરીન : બોલ સિરીંજ કોન લેકે આયા

વિવેક : હા ભાઈ મે ખુદ માલ ઔર સિરીંજ લેકે આયા

પરીન : તું ખુદ માલ લેકે આયા સિરીંજ ભી લેકે આયા મે તુજે ભગા રહા હું ફીર ભી તું જા નહિ રહા હૈ ઔર માલ માર રહા હૈ

વિવેક : અરે આપની કોઈ આજકલ કી દોસ્તી હૈ

પરીન : અરે (** ગાળ બોલે છે) અરે બાત વો નહિ હૈ મે તુજે સમજા રહા હું તુજે મના કર રહે હૈં તુજે કુછ હો ગયા તો? મે તો અભી ભી બોલ રહા હું તું માલ મત માર

વિવેક : હા ભાઈ હા

પરીન : પક્કા ના પક્કા હો તો અંગૂઠા બતા

વિવેક : આવું સાંભળી વિવેક પોતાનો અંગૂઠો બતાવે છે. (48 સેકન્ડના આ સ્ફોટક વિડિયોમાં રૂમમાં અન્ય લોકો પણ હાજર હોવાનો અવાજ સંભળાય છે.)

કૈલાસ ભંડારીએ સ્ફોટક વીડિયો બનાવ્યો હતો
સમા પીઆઈ ડૉ.બી.બી.પટેલે જણાવ્યું કે, બલજીત, કૈલાસ ભંડારી અને નેહાનું નિવેદન લેવાયું હતું. કૈલાસે જણાવ્યું કે વિવેક જ્યારે પીને આવ્યો ત્યારે કૈલાસે રાત્રે રોકાવાની ના પાડી હતી. અંહીથી જતો રહે કહેવા છતાં માન્યો નહીં. પોતાની સેફ્ટી માટે કૈલાસ ઉર્ફે પરિને વિડીયો લીધો હતો.

તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ,આજે 3ની તપાસ
બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. સમા પોલીસે નેહા, પરીન ભંડારી અને બલજીત રાવતની પુછપરછ કરી ડ્રગ્સ તથા દારૂ છે કે નહીં તેના બ્લડ સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલી તેમને જવા દીધા હતાં. બલજીત રીઢો ગુ્નેગાર છે, તે પાછો આવશે? તે અંગે તેમણે જણાવ્યું હતું કે શોધી નાંખીશું.

 

Related News