logo

header-ad

કોહલીની કેપ્ટનશિપ સંકટમાં!:રોહિત બંને ફોર્મેટમાં વિરાટને ઓવરટેક કરે તેવી સંભાવના; આગામી 7 દિવસમાં વ્હાઈટ બોલ ક્રિકેટના ભવિષ્ય અંગે BCCI ચિત્ર સ્પષ્ટ કરશે

  • Published By : Jago News
  • Updated on : 2021-12-02 14:53:13

ભારતની T20 ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી હવે વિરાટ પાસેથી વનડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ છિનવાઈ શકે છે. ઘણા સમયથી એવી અટકળો લગાવાઈ રહી છે કે દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા કોહલીની સાથે લિમિટેડ ઓવર ફોર્મેટમાં ઈન્ડિયાનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે. આ ટૂર પહેલા ઈન્ડિયન ટીમની સિલેક્શન કમિટિ ચેતન શર્માની આગેવાની હેઠળ આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન વિરાટને કેપ્ટન બનાવી રાખવો કે પછી રોહિત કેપ્ટન રહેશે તેનો નિર્ણય લેવાઈ શકે છે.

2022માં માત્ર 9 વનડે રમશે ભારત
ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા આગામી વર્ષે ઈન્ડિયન ટીમ મોટાભાગે T20 મેચ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેના પરિણામે ઈન્ડિયન ટીમ ઓછી વનડે મેચ રમે તેવી સંભાવના છે. ભારત આગામી 7 મહિનામાં માત્ર 9 વનડે મેચ રમશે. જેમાંથી 3 દક્ષિણ આફ્રિકા, 3 ઇંગ્લેન્ડ અને 3 ભારતમાં મેચ આયોજિત થશે. જોકે ઓમિક્રોનના જોખને જોતા ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટળી શકે છે.

કોહલીની કેપ્ટનશિપને લઈને BCCIના અધિકારીઓ બે ભાગમાં વહેંચાયેલા છે. એક વર્ગનું માનવું છે કે આ વર્ષે વધુ વનડે નથી, તેથી વિરાટને ભારતના કેપ્ટન તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપવી જોઈએ. બીજી બાજુ, બીજા ભાગનું માનવું છે કે T20 અને ODIનો કેપ્ટન અલગ ન હોવો જોઈએ અને રોહિતને ODI ટીમની કમાન સોંપવી જોઈએ. આનાથી તેમને ભારતમાં યોજાનારા 2023 વર્લ્ડ કપ માટે આવી ટીમ તૈયાર કરવાની તક મળશે, જે ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર હશે.

BCCI 2 ગ્રુપમાં વિભાજિત
મીડિયાના અહેવાલો પ્રમાણે કોહલીની કેપ્ટનશિપ અંગે BCCI 2 ગ્રુપમાં વિભાજિત થઈ ગયું છે. એક પાર્ટ અનુમાન લગાવી રહ્યું છે કે આ વર્ષે વધારે વનડે મેચ રમાવાની નથી તેથી કોહલીને કેપ્ટન તરીકે રાખવો જોઈએ. ત્યાં જ બીજા ગ્રુપમાં વિભાજિત કેટલાક અધિકારીનું માનવું છે કે વનડે અને T20 ફોર્મેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ. તેવામાં 9 મેચ ટીમને નવા કેપ્ટન સાથે વોર્મઅપ સમાન રહેશે જેનાથી વર્લ્ડ કપ પહેલા નવા કેપ્ટનને ટીમ બનાવવામાં સરળતા રહે.

 

કોહલીનો કેપ્ટન તરીકે કાર્યકાળ ચાલુ રહેશે કે કેપ્ટન પદેથી તેને હટાવવામાં આવશે એ મુદ્દો ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે, પરંતુ આ મામલે અંતિમ નિર્ણય BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ લેશે. વિરાટ અત્યારસુધી કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. આ કારણે તેને સુકાની પદ પરથી હટાવવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ દ્વિપક્ષીય શ્રેણીમાં તેનો રેકોર્ડ શાનદાર છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ભારતીય ટીમની જાહેરાત આગામી પાંચ દિવસમાં કરવામાં આવશે. અમે તૈયારી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને પછી સરકારની પરવાનગીની રાહ જોઈશું. જો સરકાર અમને પ્રવાસ રદ કરવા કહેશે તો અમે પ્રવાસ રદ કરીશું." પરંતુ અમારે ટીમ પસંદ કરવી પડશે અને ટીમને તૈયાર રાખવી પડશે. આ સપ્તાહે શનિવારે કોલકાતામાં BCCIની બેઠક યોજાવાની છે. આ દરમિયાન મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા અને તેની સહાયક ટીમનો કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવશે.

 

Related News