logo

header-ad

કેએલ રાહુલ ને અથિયા હાથોમાં હાથ નાખીને જોવા મળ્યાં, ક્રિકેટર ટૂંક સમયમાં શેટ્ટી પરિવારનો જમાઈ બની જશે

  • Published By : Jago News
  • Updated on : 2021-12-02 14:41:16

વિકી કૌશલ તથા કેટરીના કૈફ બાદ હવે સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન ટૂંક સમયમાં થવાની ચર્ચા છે. અથિયા શેટ્ટીએ આખરે ક્રિકેટર કેએલ રાહુલ સાથેના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. પહેલી ડિસેમ્બર, બુધવારના રોજ ફિલ્મ 'તડપ'નો પ્રીમિયર મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. અથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ પ્રસંગે અથિયા પ્રેમી રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી.

બંને પહેલી જ વાર પબ્લિકમાં સાથે જોવા મળ્યાં
અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

પરિવાર સાથે પણ તસવીર ક્લિક કરાવી
રાહુલે સુનીલ શેટ્ટીના પૂરા પરિવાર સાથે પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ ઇવેન્ટમાં અહાન શેટ્ટીની પ્રેમિકા તાનિયા શ્રોફ પણ આવી હતી. બંને વચ્ચે 2015થી સંબંધો છે. સુનીલ શેટ્ટી પત્ની માના સાથે આવ્યો હતો.

 

Related News