logo

header-ad

કિરણ ખેર ‘કોવિડ પોઝિટિવ’:સોશિયલ મીડિયા પર શેર કરી હેલ્થ અપડેટ, કહ્યું ‘જે પણ સંપર્કમાં આવ્યા છે તે ટેસ્ટ કરાવે’

  • Published By : Jago News
  • Updated on : 2023-03-21 19:34:21

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા કિરણ ખેરે ગઈકાલે સાંજે ખુલાસો કર્યો હતો કે, ‘તેઓએ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે.ટ્વિટર પર પોતાની હેલ્થ અપડેટ શેર કરતા આ 70 વર્ષીય અભિનેત્રીએ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ કોવિડ ટેસ્ટ કરાવવા માટેની વિનંતી કરી હતી.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાવાયરસનાં 128 નવા કેસ નોંધાયા
મુંબઈમાં કોવિડ ચેપનાં 35 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે તેની સંખ્યા વધીને 11,54,938 થઈ ગઈ હતી, જેમાં 19,747 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યનાં આરોગ્ય વિભાગના એક અધિકારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાવાયરસનાં 128 નવા કેસ નોંધાયા છે, જેના કારણે સંક્રમણનો આંકડો 81,39,865 થઈ ગઈ છે. આ સાથે જ રાજ્યમાં હવે 1,364 એક્ટિવ કેસ છે, જેમાંથી પુણેમાં સૌથી વધુ 411 સંક્રમિત કેસ છે, ત્યારબાદ મુંબઈ અને થાણે જિલ્લામાં અનુક્રમે 296 અને 244 કેસ છે.

કેન્સરમાંથી રિકવર થઈને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની જજ બની
માર્ચ 2021માં કિરણે ભારતનાં સૌથી મોટા રસીકરણ અભિયાન દરમિયાન કોકિલાબેન મુંબઇ ખાતે તેની કોવિડ રસી લીધી હતી. અગાઉ વર્ષ 2021માં ખેરને એક બ્લડ કેન્સર થયુ હતુ. મલ્ટિપલ માયલો એ પ્લાઝ્મા કોષોનું કેન્સર છે, જે સંક્રમણ સામે લડવા માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. કેન્સરમાં સાજા થયા બાદ તે રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ બની હતી.

ફિલ્મોમાંથી રાજકારણમાં ઝંપલાવ્યું
ખામોશ પાણી’, ‘વીર ઝારાઅને દોસ્તાનાજેવી ફિલ્મો માટે જાણીતા કિરણે વર્ષ 2014માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી ચંદીગઢથી ભાજપની ટિકિટ પર લડી હતી અને ત્યારબાદ તેઓએ કોંગ્રેસનાં ઉમેદવાર પવન કુમાર બંસલને હરાવ્યા હતા. તેણે વર્ષ 2019માં ફરીથી ચંદીગઢ બેઠક પરથી જીત મેળવી હતી. કિરણે દેવદાસ’, ‘રંગ દે બસંતી’, ‘હમ તુમ’, ‘મૈં હૂં નાઅને અન્યમાં પણ તેની ભૂમિકાઓ માટે ઘણી પ્રશંસા મેળવી હતી.

Related News