'મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો...' મૃત્યુની ફેક ન્યૂઝ પર ટ્રોલ થતાં પૂનમ પાંડે અકળાઈ
- Published By : Jago News
- Updated on : 2024-02-06 19:20:21
મુંબઈ: પૂનમ પાંડેએ જ્યારથી પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે ત્યારથી એક્ટ્રેસ સતત ચર્ચામાં છે. પહેલા પૂનમે ફેક ડેથ સ્ટંટ રમ્યો અને પછી આગલા દિવસે એક વીડિયો દ્વારા કહ્યુ કે આ બધુ તેમણે સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ જાગૃતતા માટે કર્યું છે. જેવા જ સમાચાર સામે આવ્યા તો હોબાળો મચી ગયો અને લોકોએ પૂનમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. જ્યાં લોકોએ પૂનમને ખૂબ ટ્રોલ કરી તો અમુક લોકોએ એક્ટ્રેસના ફેવરમાં પણ વાત કરી. આ વચ્ચે હવે પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વધુ સ્ટોરી શેર કરી અને તેમાં લખ્યુ કે 'મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો...' હવે આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
પૂનમ પાંડેએ શેર કરી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી
તાજેતરમાં જ પૂનમ પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. સ્ટોરીને પોસ્ટ કરતા એક્ટ્રેસે લખ્યુ કે 'મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો કે મને નફરત કરો પરંતુ પોતાની ગમતી વ્યક્તિને બચાવી લો. આને પોતાની વ્યક્તિઓ સાથે શેર કરો. પૂનમે આગળ લખ્યુ કે અમે જે કામ કર્યું છે તે એક અનોખા મિશનથી ઈન્સ્પાયર છે. અમે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા વધારવા ઈચ્છીએ છીએ. વર્ષ 2022માં ઈન્ડિયામાં સર્વાઈકલ કેન્સરના 123,907 કેસ આવ્યા અને 77,348 મોત થયા. બ્રેસ્ટ કેન્સર બાદ સર્વાઈકલ કેન્સર બીજો સૌથી વધુ ગંભીર રોગ છે.
એક્ટ્રેસે કર્યો હતો સર્વાઈકલ કેન્સરથી મોત થયાનો દાવો
ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં સર્વાઈકલ કેન્સરથી એક્ટ્રેસના મોતનો દાવો કરવામાં આવ્યો. જેવી પોસ્ટ સામે આવી તો તમામ ખૂબ દુ:ખી થયા અને શોક વ્યક્ત કરવા લાગ્યા પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો સૌને પૂનમના મોત અંગે શંકા થવા લાગી અને લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધુ કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે અને પૂનમ જીવિત છે.