logo

header-ad

ઝારખંડ કોંગ્રેસના નેતાઓ સાથે ખડગે-રાહુલની સ્ટ્રેટર્જી બેઠક

  • Published By : Jago News
  • Updated on : 2024-06-25 16:34:40

નવી દિલ્લી: કોંગ્રેસ નેતૃત્વ આજથી ચાર રાજ્યોના નેતાઓ સાથે આગામી ચાર દિવસ સુધી રણનીતિની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ ચાર રાજ્યો છે ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર. જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી આગામી ચાર દિવસ સુધી ચાર રાજ્યોના પાર્ટી નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરશે. આ રણનીતિ બેઠક ઝારખંડથી શરૂ થઈ છે. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઝારખંડ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે. આ પછી ખડગે અને રાહુલ 25 જૂને મહારાષ્ટ્ર, 26 જૂને હરિયાણા અને 27 જૂને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે.

જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાની સૂચના
આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થાય છે જ્યારે હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3જી નવેમ્બરે પૂરો થાય છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરીએ પૂરો થશે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

20 ઓગસ્ટ પછી ચૂંટણીની તારીખોની જાહેરાત શક્ય
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદીમાં સુધારા અંગે આદેશ જારી કર્યા છે. આ કામ 20 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનું છે.મતદારોના ડેટા અપડેટ થયા બાદ ચૂંટણી પંચ ચાર રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

Related News