logo

header-ad

દુનિયાનો સૌથી અમીર જેફ બેઝોસ ધરતીથી માઈલો દુર અંતરિક્ષમાં કરશે લગ્ન

  • Published By : Jago News
  • Updated on : 2023-05-29 19:24:36

વિશ્વના ધનાઢ્ય અને એમેજાનના સ્થાપક જેફ બેઝોસ થોડા જ દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ લગ્ન એક અલૌકિંક કહેવાશેકારણે કે જેફ બેઝોસ તેના લગ્ન ધરતી પર નહી પરંતુ અંતરિક્ષમાં કરવા જઈ રહ્યા છે. 

જેફ બેઝોસ અંતરિક્ષમાં લગ્ન કરવાવાળાઓમાં સૌથી પહેલા વ્યક્તિ હશે. તેમણે તાજેતરમાં જ એમી પુરસ્કાર વિજેતા પત્રકાર અને હેલિકોપ્ટર પાયલોટ લૉરેન સાંચેજ સાથે સગાઈ કરી છે. આ જાહેરાત ત્યારે થઈ જ્યારે બન્ને દરિયા કિનારે યાચ્ટ પર વીકએન્ડમાં એંજોય કરતા હતા ત્યારે કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે જેફ બેઝોસની ઉંમર 59 વર્ષ છે જ્યારે સાંચેજની ઉંમર 53 વર્ષની છે આ ઉંમરે રિલેશનશીપમાં આવતાં તેઓ દરેક મીડિયામાં તેની હેડલાઈનમા રહ્યા હતા. 

તો અંતરિક્ષમાં લગ્ન કરવાવાળુ આ પહેલું કપલ હશે

જેફ બેઝોસ અને સાંચેજની તસ્વીરો જ્યારે સામે આવી ત્યારે સાંચેજની આંગળીમાં ડાયમંડની વીંટી પહેરલી જોવા મળી હતી. આ ઉપરાંત તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન કાન્સમાં દરિયા કિનારે બન્ને જણા વીકએન્ડ મનાવતા હતા. તે પછી તેમના લગ્ન બાબતે ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. એક રિપોર્ટ પ્રમાણે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ બન્ને અંતરિક્ષમાં લગ્ન કરવાવાળા પહેલા કપલ બની શકે છે.

જેફ બેઝોસ 2021માં 5.5 અરબ ડોલર એટલે કે લગભગ 40 હજાર કરોડના ખર્ચે અંતરિક્ષની સફર કરી ચુક્યા છે

જેફ બેઝોસની વાત કરવામાં આવે તો કે પહેલા પણ અંતરિક્ષની સફર કરી ચુક્યા છે. તે વર્ષ 2021માં અમેરિકામાં પશ્ચિમી ટેક્સાસના રેગિસ્તાનના વિસ્તારમાં તેમની કંપની બ્લુ ઓરિજિનના નવા શેપાર્ડ રોકેટમા બેસીને તેમણે અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. અને લગભગ 10 મિનિટ સુધી તેઓ સ્પેશમાં રહ્યા હતા. અને તેના પછી તેમની કેપ્સુલ ધરતી પર પરત ફર્યુ હતું. રિપોર્ટ પ્રમાણે આ સફરમાં 5.5 અરબ ડોલર એટલે કે લગભગ 40 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. 

જેફ બેઝોસે પહેલી પત્ની મેકેંજી સ્કોટને ચાર વર્ષ પહેલા છુટાછેડા આપી દીધા હતા.

લોરેન સાંચેજ સાથેના સંબંધો વિશે વાત કરીએ તો વર્ષ 2019થી લોકોને આ સંબંધની જાણ છે. તે સમયે તેની પહેલી પત્ની મેકેંજી સ્કોટને છુટાછેડા આપી દીધા હતા. તેના ચાર વર્ષ પછી આ સગાઈ કરવામાં આવી છે. 

 

 

 

Related News