જયસુખ પટેલનુ સમર્થન કોંગ્રેસના ત્રણ નેતાઓની વ્યક્તિગત લાગણી હોઈ શકે, કોંગ્રેસ બચાવના પક્ષમાં નથી
- Published By : Jago News
- Updated on : 2023-10-25 18:56:33
અમદાવાદઃ (Ahmedabad) તાજેતરમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. (morbi bridge)ત્રણેય નેતાઓએ SITના રીપોર્ટને એક તરફી ગણાવ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે આ ત્રણેય નેતાઓના નિવેદનથી કિનારો કરી લીધો છે. (Oreva jaysukh patel)આંકલાવના ધારાસભ્ય અને (Congress)કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસ જયસુખ પટેલના બચાવમાં ક્યારેય ના હોઈ શકે. અમારા ત્રણેય નેતાઓના નિવેદન સાથે પક્ષ સંમત નથી. આ સમર્થનની વાત ત્રણેય નેતાઓની વ્યક્તિગત લાગણીઓ હોઈ શકે.
સરકારની બેદરકારીના કારણે લોકોના જીવ ગયાં છે
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કારણે ગુજરાતના લોકોએ ભોગવવું પડ્યું છે કોઈપણ સંજોગોમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ કહ્યું હતું કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર,ચીફ ઓફિસર પણ જવાબદાર છે. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવીને તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. અમારી માંગ છે કે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે.