logo

header-ad

ભેજાબાજ કિરણ પટેલના મૂળીયા ક્યા સુધી ફેલાયેલા છે, તેની તપાસ કરવી જરૂરી

  • Published By : Jago News
  • Updated on : 2023-03-20 19:30:13

કિરણ પટેલ, આ નામ ગુજરાતી મીડીયા જગત માટે કોઇ નવુ નામ નથી.. વર્ષોથી ગુજરાતના અને છેલ્લા કેટલાક સમયથી તો દેશના નામી પત્રકારો આ ભેજાબાજ ને ઓળખે છે.. એટલુ જ નહીં મોટા-મોટા મીડીયા હાઉસમાં આ વ્યક્તિને પ્રવેશ માટે કોઇ પણ પ્રકારની પાબંધી નથી.. જે રીતે કિરણ પટેલ હાલ મહાઠગ તરીકે જાહેર કરાયો છે. તે કથીત રીતે ઠગ પહેલેથી જ હશે.. પણ કિરણ પટેલની રોફ જમાવવાની આવડતે તેનો અશ્લી ચહેરો ક્યારેય બહાર આવવા દિધો નથી.

કિરણ પટેલ કોણ છે, કેવી રીતે તે ઝેડ પ્લસ સીક્યુરીટી લઇને દેશના સંવેદનશીલ વિસ્તારમાં ફર્યો આ બધા મુદ્દાઓ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંતુ કિરણ પટેલનો ઇતિહાસ ખોળવામાં આવે તો કિરણ પટેલ કેટલાય મોટા નેતાઓ સાથે વર્ષોથી સંપર્કમાં હતો. એટલુ જ નહીં કિરણ પટેલ માત્ર નાણાકીય ઉચાપતના મામલાઓમાં જ નહીં પરંતુ નેતાઓની ખાનગી વાતો આમથી તેમ કરવામાં  માહેર હતો. કિરણ પટેલ ક્યારેય કોઇ એક નેતાનો વિશ્વાસુ નથી રહ્યો.. તેને સમયનુસાર જુદા-જુદા નેતાઓને પોતાના વિશ્વાસમાં રાખીને દરેક મોટા નેતાઓ સાથે સંબંધ રાખ્યા છે. જેમા આરએસએસના નેતા ભાજપના નેતા ઉપરાંત કેટલાક નેતાઓ પુત્ર કે જેઓ ધંધાકીય રીતે ખુબ જ આગળ હોય તેવા લોકો સાથે ઘનિષ્ઠતા રાખી ચુક્યો છે.  ભૂતકાળમાં કેટલીક વાર એવુ પણ બન્યુ છે કે, જેમાં ભાજપના નેતાઓ કોઇ ધંધાદારી કે કોઇ પત્રકારનો ફોન ના ઉપાડે અને જો કિરણ પટેલ ફોન કરે તો એક રીંગમાં ફોન ઉપાડાતો હોય અને જે ખાનગી વાત હોય તે કિરણ પટેલ દ્વારા મળી જાય.. 

ભેજાબાજ કિરણ પટેલ અંગ્રેજીમાં ભાષામાં માહેર, મોંધીદાટ ગાડીઓમાં ફરવાનો શોખીન અને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હતો. એટલે પહેલેથી જ તે આ પ્રકારે ભેજાબાજ હતો. વર્ષ ૨૦૧૭ની ચુંટણીની વાત છે, કિરણ પટેલે કેટલાય નેતાઓને ટીકીટ અપાવી દેવા અંગેની વાત પણ કરેલી હતી. આવા ભેજાબાજને ઝેડ પ્લસ સીક્યુરીટી મેળવવી એટલી જ સરળ હતી જેટલી મોટી વાતો કરીને કોઇ પણ નેતાને ભરમાવીને ટીકીટ અપાવી દેવાની વાત હોય. હવે પ્રશ્ન તો એ છે કે, ઝેડ પ્લસ સીક્યુરીટી મેળવનાર ભેજાબાજ કિરણ પટેલને કોની ભલામણથી આ સીક્યુરીટી મળી. 

દેશના મોટા-મોટા પત્રકારો, કુમાર વિશ્વાસ જેવા મોટા કવિઓ અને સંજય જોષીથી લઇને આનંદીબેન પટેલ સુધીના મોટા નેતાઓને પોતાના વિશ્વાસમાં લઇ લેનાર આ મહા ભેજાબાજ કાશ્મીરમાં ઝેડ પ્લસ સીક્યુરીટી લઇને ફરે છે. ત્યારે બધાની આંખો ખુલે છે.કે કિરણ પટેલ તો મી. નટવરલાલ છે. હવે આ મી. નટવરલાલ ના મૂળીયા દુનિયાના બીજા દેશોમાં પણ એટલા જ ફેલાયેલા છે. અને રહી વાત પૈસાની તો મી. નટવરલાલ માટે ઘડીના છઠ્ઠાભાગમાં લાખો રૂપિયા એકઠા કરવાની ક્ષમતા હતી. કારણ કે તેને તો તમામ પ્રકારના મોટા લોકોને પોતાના ઝાંસામાં લીધા હતા. 

 

Related News