logo

header-ad

ISએ કર્યો હતો PAK એમ્બેસી પર હુમલો:તપાસમાં લાગી પાકિસ્તાન સરકાર, અમેરિકાએ તાલિબાન પર ઉઠાવ્યા સવાલ

  • Published By : Jago News
  • Updated on : 2022-12-06 18:58:57

ગયા અઠવાડિયે કાબુલમાં આવેલી પાકિસ્તાની એમ્બેસી પર હુમલો આતંકી સંગઠન ISએ કર્યો હતો. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં અફગાનિસ્તાન અને પાકિસ્તાનની સરકારોના હવાલેથી એ તરફ ઇશારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે ખુલ્લી રીતે કંઇ કીધું નથી. બીજી બાજુ ખુદ ISએ હુમલાની જવાબદારી લીધી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સીધે રીતે કંઇ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એટલું જરૂર કહ્યું છે કે તેઓ અફઘાન ઓથોરિટીના સંપર્કમાં છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલામાં પાકિસ્તાનના એમ્બેસેડર ઘાયલ થયા હતા. તે વખતે તેઓ કેમ્પસમાં ઘૂમી રહ્યા હતા.

આતંકવાદ વિરુદ્ધ જંગ ચાલુ રહેશે
કાબુલમાં આવેલી પાકિસ્તાન એમ્બેસી પર હુમલા વિશે પૂછવામાં આવેલા એક સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ બાબતે તપાસ ચાલી રહી છે. અમારી પાસે ઘણા પ્રકારના રિપોર્ટ આવ્યા છે. તેને વેરિફાઇ કરવામાં આવી રહ્યા છે. એટલું ચોક્કસ છે કે આ વિસ્તારમાં આતંકવાદનું જોખમ વધી રહ્યું છે. આપણે સાથે મળીને આ જોખમ સાથે નિપટવું પડશે. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે તો અમે આ અંગે ઝડપથી પગલાં લઇ રહ્યાં છીએ.

પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે IS એકલું આ હુમલાને અંજામ નથી આપી શકતા, તેમને કેટલાક લોકલ લોકોની મદદ જરૂર મળી હશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અફઘાન તાલિબાનમાં કેટલાક સંગઠનો એવાં છે, જે નથી ઇચ્છતા કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો બહેતર બને.

સ્નાઇપર્સે કર્યું હતું ફાયરિંગ
અફઘાનિસ્તાનની સત્તા પર રહેલા તાલિબાનનો મોટા ભાગે ઇસ્લામિક સ્ટેટના ખોરાસાન ગ્રુપ સાથે ટક્કર ચાલતી રહે છે. ખોરાસાન ગ્રુપ વાસ્તવમાં મિડલ ઇસ્ટમાં મૌજૂદ આતંકી સંગઠન ISની જ એક વિંગ છે.
ખોરાસાને આ હુમલાની જવાબદારી લેતા કહ્યું હતું-પાકિસ્તાનની એમ્બેસી પર હુમલો અમારા સ્નાઇપરે ક્રયો હતો. તેમની પાસે મીડિયમ રેન્જની રાઇફલ હતી. તે વખતે પાકિસ્તાનના એમ્બેસેડર લોનમાં ટહેલતા હતા.

બીજી બાજુ, અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં તાલિબાનને લઇને મુખ્ય વાતો કહેવામાં આવી છે. એના અનુસાર -એક્સપર્ટ માને છે કે તાલિબાન પાસે એટલી કાબેલિયત નથી કે તે IS જેવા આતંકી સંગઠનોના હુમલાને પહોંચી વળે. IS હંમેશાં તાલિબાન માટે મોટું જોખમ છે. બંનેની વચ્ચે 2015થી તનાવ છે. ઓગસ્ટ 2021માં જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવી દીધો હતો તો ખોરાસાન ગ્રુપના 4 હજાર આતંકી તાલિબાનને ચેલેન્જ કરવા લાગ્યા. ગયા વર્ષે આ સંગઠને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા.

કેવી રીતે થયો હતો હુમલો

·         શુક્રવારે કાબુલની એમ્બેસીમાં ચાર્જ ડી અફેયર્સ (એક પ્રકારના કાર્યવાહક રાજદૂત) ઉબૈદ-ઉર- રહેમાન નિઝામી સેર કરી રહ્યા હતા. એ દરમિયાન નજીકની કોઇ ઇમારતમાંથી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. નિઝામીને વધુ ઇજા ન થઇ, પરંતુ તેમના બોડીગાર્ડને ત્રણ ગોળીઓ વાગી. તેની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવે છે.

·         ખાસ વાત એ છે કે હુમલાના એક દિવસ પહેલાં પાકિસ્તાનની વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખાર સીમા વિવાદને લઇને વાતચીત માટે કાબુલ ગઇ હતી. બંને દેશો વચ્ચે ડૂરંડ લાઇનને લઇને મોટા બાગે તનાવ અને ફાયરિંગ થતું રહે છે. અમેરિકાના વિદેશ વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની અસર તેમના પડોશી દેશો પર પડવાનું નક્કી છે.

·         પાકિસ્તાનની સૌથી મોટી મુશ્કેલી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP છે. આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની રીત મુજબ શરિયા કાનૂન લાગુ કરવા માગે છે અને એટલા માટે પાકિસ્તાનની ફોજને નિશાન બનાવવામાં આવે છે.

 

Related News