logo

header-ad

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશમંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત:ભારતમાં 1 દિવસનો શોક જાહેર

  • Published By : Jago News
  • Updated on : 2024-05-21 11:33:29

તેહરાન: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી (63) અને વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ સોમવારે સવારે આ જાણકારી આપી. અઝરબૈજાનથી પરત ફરતી વખતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું હેલિકોપ્ટર ગુમ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં. ઈરાન, મધ્ય પૂર્વ એશિયામાં શિયા પ્રભુત્વ ધરાવતો દેશ, તેણે એવા સમયે તેના બે નેતા ગુમાવ્યા છે જ્યારે ઈઝરાયલ સાથેના તેના સંબંધો મુકાબલો સુધી બગડી ગયા છે. અમેરિકા-ઈરાનના સંબંધોમાં પણ તણાવ છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખ્બરને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા ખમેનીએ સોમવારે આ જાહેરાત કરી હતી.

ઈરાનમાં 5 દિવસનો રાજકીય શોક, ભારતે પણ જાહેર કર્યો
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા ખમેનીએ રાષ્ટ્રપતિ રાઈસીના નિધન પર દેશમાં 5 દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. અહીં, ભારત સરકારે 21મી મેના રોજ દેશમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.

અઝરબૈજાનની સરહદ નજીક પહાડીઓમાં ક્રેશ થયું હેલિકોપ્ટર
રઈસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરજેધન શહેર નજીક ક્રેશ થયું હતું. આ ડુંગરાળ વિસ્તાર છે. ભારે વરસાદ, ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે રેસ્ક્યૂ એજન્સીઓએ આખી રાત સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ત્રણ બચાવકર્મી પણ ગુમ થયા હતા. સોમવારે સવારે અઝરબૈજાનની પહાડીઓમાં હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.

Related News