logo

header-ad

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેમ સોંપી ટીમની કમાન? હેડ કોચે કર્યો ખુલાસો

  • Published By : Jago News
  • Updated on : 2024-02-05 18:24:32

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને ટીમની કમાન કેમ સોંપી તે અંગે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચરે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચે જણાવ્યું કે, કયા કારણોસર ફ્રેન્ચાઈઝીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. ગત વર્ષે પંડ્યાને ગુજરાત ટાઈટન્સ (GT)થી ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્શનના થોડા દિવસો પહેલા તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કોચનું કહેવું છે કે, તે ઈચ્છે છે કે રોહિત તેની બેટિંગનો આનંદ માણી શકે અને તેથી તેના પરથી કેપ્ટનશિપનો બોજ હટાવી દેવામાં આવ્યો હતો.

આ માત્ર ક્રિકેટ સંબંધિત નિર્ણય

બાઉચરે વધુમાં કહ્યું કે, મારા મતે આ સંપૂર્ણપણે ક્રિકેટ સંબંધિત નિર્ણય હતો. અમે હાર્દિકને ખેલાડી તરીકે પાછો લાવવા માટે વિન્ડો પીરિયડ જોયો. આ મારા માટે આ ટ્રાન્ઝિશન ફેઝ હતો. ભારતમાં ઘણા લોકો સમજી નથી શકતા. લોકો ખૂબ જ લાગણીશીલ થઈ જાય છે પરંતુ તમે જાણો છો કે આપણે લાગણીઓને દૂર રાખવી પડશે. મને લાગે છે કે આ માત્ર ક્રિકેટ સંબંધિત નિર્ણય છે. મને લાગે છે કે તેનાથી એક ખેલાડી તરીકે રોહિતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને સામે લાવશે. તેમને આનંદ માણવા દો અને સારા રન બનાવવા દો.

બેટિંગથી સારું પ્રદર્શ ન કર્યું

બાઉચરે કહ્યું કે, રોહિત એક શાનદાર વ્યક્તિ છે. મારો અર્થ એ છે કે, તે લાંબા સમયથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. હવે તે ભારતનું પણ નેતૃત્વ કરે છે. તે ખૂબ જ વ્યસ્ત છે અને છેલ્લી કેટલીક સિઝનમાં બેટિંગમાં સારું પ્રદર્શન નથી કરી શક્યો પરંતુ એક કેપ્ટન તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે.

કેપ્ટનશીપના દબાણ વિના રોહિત શર્માનો શ્રેષ્ઠ દેખાવ જોવા મળશે

બાઉચરે આગળ કહ્યું કે, જ્યારે અમે સમગ્ર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અમે વિચાર્યું કે કદાચ આ તેના માટે એક ખેલાડી તરીકે આગળ વધવાની તક છે. અમારું માનવું છે કે, તેની પાસે યોગદાન આપવા માટે ઘણુ બધુ છે. તે કેપ્ટનશીપના દબાણ વિના તેનો આનંદ માણે. તે હજુ પણ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે તેથી દબાણ તો રહેશે પરંતુ જ્યારે તે IPLમાં ઉતરશે ત્યારે કદાચ કેપ્ટન તરીકે તેના પરનું વધારાનું દબાણ ઘટશે અને કદાચ બની શકે કે આપણને રોહિત શર્માનો શ્રેષ્ઠ દેખાવ જોવા મળે. અમે તેને તેના ચહેરા પર સ્મિત સાથે રમતા અને તેના સુંદર પરિવાર સાથે થોડો સમય વિતાવતા જોવા માંગીએ છીએ. બાઉચરે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપના પણ વખાણ કર્યા હતા.  

Related News