ભારતીય મૂળની કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ફોર્મ ભર્યું
- Published By : Jago News
- Updated on : 2024-07-27 12:34:34
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ
બાઈડને ઉમેદવારી છોડ્યાના પાંચ દિવસ પછી, કમલા હેરિસે શુક્રવારે
સત્તાવાર રીતે ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની જાહેરાત કરી
હતી. તેમણે પોસ્ટ કરીને લખ્યું, 'મેં રાષ્ટ્રપતિ પદ માટેના ફોર્મ પર સહી કરી છે. હું એક-એક
મત મેળવવા માટે સખત મહેનત કરીશ અને આ વર્ષે નવેમ્બરમાં અમારી પાર્ટી જીતશે. આ પહેલા રવિવારે (21 જુલાઈ) રાષ્ટ્રપતિ જો
બાઈડને જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે દેશ અને
પાર્ટીના હિત માટે હું ચૂંટણીમાંથી બહાર થઈ રહ્યો છું. બાઈડને રાષ્ટ્રપતિ પદ માટે
કમલા હેરિસનું નામ આગળ કર્યું હતું. આ પછી 26 જુલાઈના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને
તેમની પત્ની મિશેલે પણ ભારતીય મૂળના કમલા હેરિસની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું.
બંનેએ ફોન કરીને કમલા હેરિસને આ અંગે જાણ કરી હતી.
ઓબામાએ કહ્યું- જીત
સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે
23 જુલાઈના રોજ, બાઈડનની જાહેરાતના બે દિવસ પછી, કમલાએ રાષ્ટ્રપતિ પદના
ઉમેદવાર બનવા માટે ડેમોક્રેટિક પાર્ટીના જરૂરી પ્રતિનિધિઓનું સમર્થન મેળવ્યું
હતું. જો કે ઓબામા કમલાના નોમિનેશન પર મૌન રહ્યા હતા. બાઈડનના બેકઆઉટના 4 દિવસ પછી તેમણે કમલાને
ટેકો આપ્યો હતો. અગાઉ મિશેલ ઓબામાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાને લઈને ડેમોક્રેટિક
પાર્ટીમાં ચર્ચા ચાલી હતી. જો કે, મિશેલે એક ઇન્ટરવ્યુમાં તમામ અટકળોને ફગાવી દીધી હતી અને
કહ્યું હતું કે તે રાજકારણથી દૂર રહેશે. હવે ડેમોક્રેટિક
પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે 1 ઓગસ્ટના રોજ મતદાન થશે, ત્યારબાદ તેમને
સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ
અનુસાર કમલાની જીત લગભગ નિશ્ચિત છે.