ભારત-અમેરિકાની વચ્ચે સેમીકંડક્ટર ચિપ બનાવવા બાબતે સમજૂતી:દર વર્ષે 1.76 લાખ કરોડનાં ચિપ ઈમ્પોર્ટ કરે છે, લોકલ મેન્યુફેક્ચરિંગથી સસ્તા હશે કમ્પ્યૂટર અને મોબાઈલ
- Published By : Jago News
- Updated on : 2023-03-13 18:18:49
વિશ્વભરમાં સેમી કંડક્ટરની માગ વધારવા માટે ભારત અને અમેરિકા મળીને કામ કરશે. આના વિશે શુક્રવાર (10 માર્ચ)નાં રોજ India-USA કોમર્શિયલ ડાયલોગ દરમિયાન બંને દેશોની વચ્ચે મેમોરેંડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) એટલે કે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કોમર્સ મિનિસ્ટ્રીએ તેના વિશે માહિતી આપી છે.
ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલના આવાહન પર અમેરિકી કોમર્સ સેક્રેટરી જીના રાયમોંડો ભારત-અમેરિકા CEO ફોરમમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. આ સમજૂતી મુજબ બંને દેશો સેમી કન્ડક્ટર સપ્લાય ચેઈન અને ઈનોવેશન સેક્ટરમાં પાર્ટનરશિપને લઈને કામ કરશે.
આખા વિશ્વમાં સેમીકન્ડક્ટર એટલે કે એક નાનકડી ચિપને લઈને લાંબી લડાઈ ચાલી રહી
છે. એક તરફ જ્યા ચીન-અમેરિકા આ પ્રતિબંધોને સહન કરી રહ્યુ છે તો બીજી તરફ અનેક
અમેરિકી કંપનીઓ ઈલેક્ટ્રોનિક્સ અને સેમી કન્ડક્ટર પાર્ટની સપ્લાઈ ચેઈનમાં ભારતીય
કંપનીઓ સાથે કામ કરવા ઈચ્છે છે. ભારતે ચિપ અને ડિસ્પ્લે ઉત્પાદન માટે 100 કરોડની પ્રોત્સાહન યોજના શરુ
કરી છે. એવામાં ભારત-અમેરિકાની વચ્ચે થયેલી આ ડિલથી બંને દેશોને ફાયદો થશે.
આખરે આ સેમીકન્ડક્ટર
ચિપ શું છે?
સેમીકન્ડક્ટર ચિપ્સ સિલિકોનથી બનેલી હોય છે અને સર્કિટમાં ઈલેક્ટ્રિસિટીને
નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ચિપ એક મગજની માફક ગેજેટ્સને ઓપરેટ કરવામાં મદદ
કરે છે. તેના વગર ઈલેક્ટ્રોનિક આઈટમ અધૂરી ગણાય છે. કમ્પ્યૂટર, લેપટોપ, કાર, વોશિંગ મશીન, ATM, હોસ્પિટલોની મશીનથી
લઈને હાથમાં રહેલા સ્માર્ટફોન પણ સેમી કન્ડક્ટર ચિપ પર જ કામ કરે છે.
કેવી રીતે કામ કરે છે
સેમી કન્ડક્ટર?
આ ચિપ ઈલેક્ટ્રોનિક આઈટમને ઓટોમેટિકલી ઓપરેટ કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે, સ્માર્ટ વોશિંગ મશીનમાં
કપડા પૂરી રીતે ધોવાઈ જાય એટલે ઓટોમેટિક મશીન બંધ થઈ જાય છે. આ પ્રકારે કારમાં
જ્યારે તમે સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જાવ છો તો કાર તમને એલર્ટ આપે છે. તે
સેમીકન્ડક્ટરની મદદથી થાય છે.
ચિપ મેન્યુફેક્ચરિંગ
સેક્ટરમાં હાલ શું થઈ રહ્યુ છે?
ગુજરાતમાં સ્થાપિત થશે દેશનો પહેલો સેમીકન્ડક્ટર પ્લાન્ટ : સેમીકન્ડક્ટર બનાવવા
માટે ભારતનો પહેલો પ્લાન્ટ ગુજરાતનાં ધોલેરામાં બનાવવામાં આવી રહ્યો છે. તેને
ભારતીય કંપની વેદાંતા અને તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોનનું એક જોઈન્ટ
વેન્ચર મળીને બનાવી રહ્યુ છે.
ગુજરાત સેમીકન્ડક્ટર
પોલિસી 2022-27 : ગુજરાત સરકાર, ‘ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી 2022-27’ અંતર્ગત આ પ્રોજેક્ટને સબસિડી અને
પ્રોત્સાહન આપશે. એક સરકારી અધિકારી મુજબ સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન
સેક્ટર માટે આ પ્રકારની સમર્પિત નીતિ રાખનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે.
આ પોલિસી અંતર્ગત આ પ્રોજેક્ટને કુલ 75 ટકા સબસિડી મળવાની આશા
છે અને જમીનની ખરીદી પર ઝીરો સ્ટેમ્પ ડ્યૂટી લાગશે. આ સાથે જ પહેલા 5 વર્ષ સુધી પ્લાન્ટને ₹12 પ્રતિ ક્યૂબિક મીટર
પાણી આપવામાં આવ્યુ.
ભારત-અમેરિકાની વચ્ચે
વ્યાપારિક સંબંધ
અમેરિકા ભારતનો સૌથી મોટો એક્સપોર્ટ અને ટ્રેડિંગ પાર્ટનર છે. જો કે, ભારત અમેરિકાનું નવમું
સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. અમેરિકા ભારતમાં FDIનો ત્રીજો સૌથી મોટો
સ્રોત પણ છે અને તે ભારત માટે ટોપ-5 ઈન્વેસ્ટમેન્ટ
ડેસ્ટિનેશનમાં પણ સામેલ છે.