logo

header-ad

9 વર્ષમાં ઈન્ડિયાનો સૌથી ખરાબ વર્લ્ડકપ:2012 બાદ પહેલીવાર સેમીફાઇનલમાં ન પહોંચી, ધોની-કોહલી-શાસ્ત્રીની ત્રિપુટી કોઈ કામમાં ન આવી

  • Published By : Jago News
  • Updated on : 2021-11-08 12:19:08

અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે ટીમ ઈન્ડિયાનું સેમીફાઈનલમાં ક્વોલિફાય થવાનું સ્વપ્ન માત્ર એક સ્વપ્ન રહી ગયું. કિવીઝ મેચ હારી ગયા હોત તો જ ભારત ટોપ-4માં પ્રવેશી શક્યું હોત, પરંતુ તે શક્ય ન બન્યું. NZએ મેચ જીત્યા બાદ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

સુપર-12માં શરૂ સુપર 12માં જ સમાપ્ત
ટીમ ઈન્ડિયાના છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર દેખાવને ધ્યાનમાં રાખીને ટીમને ટાઇટલ જીતવા માટે ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ ટીમની સફર સુપર-12માં શરૂ થઈ હતી અને સુપર-12 સુધી મર્યાદિત રહી હતી. પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતુ. હજીતો દેશ પાકિસ્તાન સામેની હારના દુ:ખમાંથી બહાર પણ નહોતું આવ્યું કે આગામી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું.

સતત બે મેચમાં હાર સાથે ભારતીય ટીમને સેમી ફાઈનલમાંથી બહાર થવાનો ખતરો હતો. વિરાટ એન્ડ કંપનીએ અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડને હરાવીને આશાનું કિરણ બતાવ્યું હતું, પરંતુ હવે તે માત્ર તેમની જીત વિશે નહોતું. ટીમને NZ વિરુદ્ધ AFG મેચના પરિણામ પર આધાર રાખવો પડ્યો હતો. હવે ન્યૂઝીલેન્ડની જીત બાદ ભારતની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે.

2012 બાદ પહેલીવાર આવું બન્યું
2012
બાદ આ પહેલી વાર છે કે જ્યારે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રવેશ ન કરી શકી. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી વખત છે કે જ્યારે ભારત સેમી ફાઈનલમાં પ્રવેશી શક્યું નથી. આ ટુર્નામેન્ટ અગાઉ 2009, 2010 અને 2012માં પણ ટીમ અને ચાહકોના હાથે હતાશા હતી.

2009માં પણ ટાઈટલ બચાવી નહોતા શક્યા
2009
માં ટી-20 WC ઈંગ્લિશ ભૂમિ પર રમાયો હતો અને ભારતીય ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ભારતને ગ્રુપ એમાં બાંગ્લાદેશ અને આયર્લેન્ડ સાથે સ્થાન આપવામાં આવ્યું હતું અને ભારત બંને મેચ જીતવામાં સફળ રહ્યું હતું. ટીમે BANને 25 રનથી હરાવ્યું હતું અને IRE સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. તે પછી સુપર-8 મેચમાં ટીમને નિરાશા સિવાય બીજું કશું જ મળ્યું નહીં. ધોનીની કેપ્ટન્સી વાળી ટીમને ત્રણેય સુપર-8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ભારતને 7 વિકેટે, યજમાન ઈંગ્લેન્ડે 3 રનથી અને સાઉથ આફ્રિકાએ 12 રનથી હરાવ્યું હતું.

2010માં રિપિટ ટેલિકાસ્ટ કર્યું હતું
2010
ની ટી-20 WC વેસ્ટ ઈન્ડિઝમાં રમાયો હતો અને IPL-3 બાદ તરત જ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. ટીમના તમામ ખેલાડીઓ ઉત્કૃષ્ટ ફોર્મમાં હતા અને ટીમને ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ માનવામાં આવતી હતી. ધોનીની આગેવાની હેઠળની ટીમને ગ્રુપ સીમાં સ્થાન મળ્યું હતું અને ટીમની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 7 રનથી અને સાઉથ આફ્રિકાને 14 રનથી હરાવીને સુપર-8માં ક્વોલિફાય કર્યું હતું. જોકે સુપર-8માં ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન હતી અને 2009ની જેમ ફરી ત્રણેય મેચ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયાને 49 રનથી, વેસ્ટ ઈન્ડિઝે 14 રનથી અને શ્રીલંકાએ 5 વિકેટે હરાવ્યું હતુ.

2012માં ખૂબ જ નજીકથી ચાન્સ ગવાયો
ધોની એન્ડ કંપની 2012માં ટી-20 WC ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ ફરી ટોપ-4માં સ્થાન હાંસલ કરી શકી નહોતી. ગ્રુપ એ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 23 રનથી અને ઈંગ્લેન્ડને 90 રનથી હરાવ્યું હતુ. સુપર 8ની પ્રથમ મેચમાં કાંગારુઓએ ભારતને 9 વિકેટે હરાવ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાએ જોરદાર રીતે પરત ફરીને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતુ. ભારતે પણ છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાને 1 રનથી હરાવ્યું હતું પરંતુ નબળી નેટ રન રેટના કારણે સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી શક્યું નહોતું.

ધોની-શાસ્ત્રી અને કોહલીની ત્રિપુટી ફ્લોપ
વર્લ્ડ કપ અગાઉ BCCIMS ધોનીને ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં વધુ અપેક્ષાઓ સાથે સામેલ કર્યો હતો. ચાહકોને એવી પણ આશા હતી કે ધોની-શાસ્ત્રી અને કોહલીની જોડી આ વખતે વર્લ્ડ કપ સાથે સ્વદેશ પરત ફરશે. પરંતુ પરિણામો આપણી સામે છે. ટુર્નામેન્ટ જીતીને ટીમ અંતિમ 4માં પણ પહોંચી શકી ન હતી. કોહલીની કેપ્ટન્સીમાં ભારત ફરી એકવાર ICC ટ્રોફી જીતવાથી વંચિત રહ્યું હતું અને શાસ્ત્રી પણ તેની છેલ્લી ઈવેન્ટમાંથી ખાલી હાથે પાછા ફર્યા હતાં.

 

Related News