logo

header-ad

અમેરિકા જતાં વિદ્યાર્થીઓની વધી ચિંતા, 2024માં F1 વિઝામાં ઘટાડો

  • Published By : Jago News
  • Updated on : 2024-10-04 12:35:27

નવી દિલ્લી: ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના F1 વિઝા મંજૂરીમાં અમેરિકાએ ઘણો જ ઘટાડો કર્યો છે. હાલના ડેટા જોવામાં આવે તો જૂન, જુલાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એ બાબત તરફ સૂચિત કરે છે કે ભવિષ્યમાં સરકારની પૉલિસી સહિત અનેક બાબતો વિદેશમાં ભણવા માગતા વિદ્યાર્થીઓને અસર કરશે. મેથી ઓગસ્ટમાં વિઝા મંજૂરી ડેટા પર નજર કરીએ તો, મેઃ 2023માં 3,662ની મંજૂરી સામે 2024માં 11,840 મંજૂરી જૂનઃ 2023માં 40,224ની મંજૂરી સામે 2024માં 26,747 મંજૂરી જુલાઈઃ 2023માં 31,803ની મંજૂરી સામે 2024માં 14,607 મંજૂરી ઓગસ્ટઃ 2023માં 12,867ની મંજૂરી સામે 2024માં 5,532 મંજૂરી 2023માં 88,556 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા, તેની સામે 2024માં 58,726 વિઝા મંજૂર થયા.

 

વિઝા એક્સપર્ટ પાર્થેશભાઈ ઠક્કર કહે છે, આશા છે કે અમેરિકા ભવિષ્યમાં વિઝામાં વધારો કરશે. વિદ્યાર્થીઓએ કેટલાક મુદ્દે ધ્યાન રાખવાની જરૂર છે, જેમાં યુનિવર્સિટીની પસંદગી, TOEFL અને GRE એક્ઝામ તથા ઇન્ટરવ્યૂમાં પૂરતી તૈયારી કરવી જરૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. વિઝા મંજૂરીમાં ઘટાડો આવ્યો છે, પરંતુ પાર્થેશભાઈએ આશા વ્યક્ત કરી હતી કે સ્ટૂડન્ટ વિઝામાં વધારો થશે. છેલ્લે પાર્થેશભાઈ કહે છે, સ્ટૂડન્ટ વિઝામાં ઘટાડો થયો તે ચોક્કસ ચિંતાનું કારણ છે. અમેરિકા ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ હાલમાં એવી આશા રાખી શકે કે વિઝામાં વધારો થશે. અમેરિકામાં ઇલેક્શન બાદ વિઝા પ્રોસેસને નોંધપાત્ર અસર થઈ શકે છે.

Related News