logo

header-ad

મારી પણ ઇચ્છા છે કે હું IPL રમુ: પાકિસ્તાની બોલર હસન અલીનું નિવેદન

  • Published By : Jago News
  • Updated on : 2023-11-28 18:18:33

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી આઈપીએલમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી. હસન અલીએ કહ્યું છે કે તેની ઈચ્છા એક દિવસ આઈપીએલ રમવાની છે.

IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મેગા ટૂર્નામેન્ટની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19મી ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. લગભગ દરેક ક્રિકેટર ક્રિકેટની સૌથી મોટી લીગનો ભાગ બનવા માંગે છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટરોને તેમાં રમવાની તક મળતી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ IPL રમવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, “દુનિયાનો દરેક ખેલાડી IPL રમવા માંગે છે, હું પણ IPL રમવા માંગુ છું. આ લીગ દુનિયાની સૌથી મોટી લીગ છે. મારી ઈચ્છા છે કે, એક દિવસ હું પણ IPLમાંરમું. આલીએ કહ્યું, 'આઈપીએલમાં ગ્લેમર છે, ખૂબ પૈસા છે. જો મને ભવિષ્યમાં તક મળશે તો હું ચોક્કસ ત્યાં રમીશ.”

IPL 2008માં રમ્યા હતા પાકિસ્તાની ખેલાડીઓ

જ્યારે IPL 2008માં શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ IPLનો ભાગ હતા. આ ટૂર્નામેન્ટ દરમિયાન શોએબ મલિક, શોએબ અખ્તર, કામરાન અકમલ, સોહેલ તનવીર અને શાહિદ આફ્રિદી જેવા મોટા ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ 2008માં મુંબઈ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓના ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાની ખેલાડીઓ પર IPLમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. 

પાકિસ્તાનના બોલર હસન અલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાકિસ્તાન જઈ રહેલી ટેસ્ટ ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્રિકેટર 30 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. હાલમાં તે પાકિસ્તાન ટીમના ટ્રેનિંગ કેમ્પમાં છે.

Related News