હોસ્ટ વેસ્ટ ઈન્ડિઝ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર, દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ
- Published By : Jago News
- Updated on : 2024-06-24 11:33:05
ત્રિનિદાદ: ICC મેન્સ T20 વર્લ્ડકપ 2024ના સુપર 8 મુકાબલામાં જોરદાર ટક્કર જામી રહી છે ત્યારે આજે નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દ.આફ્રિકા વચ્ચે જોરદાર મેચ રમાઈ. આ કરો યાર મરો જેવી મેચમાં દ.આફ્રિકાએ ડકવર્થ લ્યુઈસ નિયમ હેઠળ 3 વિકેટે જીત મેળવી વિન્ડિઝ માટે સેમિફાઈનલમાં પ્રવેશ મુશ્કેલ કરી દીધો હતો. આ સાથે દ.આફ્રિકાએ સેમિ ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
દ.આફ્રિકા પોઈન્ટ ટેબલમાં નંબર
1
વેસ્ટ
ઈન્ડિઝ સામેની રોમાંચક મેચમાં દ.આફ્રિકાને ડકવર્થ લ્યુઇસ નિયમનો ફાયદો મળ્યો હતો.
વરસાદના વિઘ્નને કારણે 17
ઓવરમાં
123 રનનો ટારગેટ મળ્યો હતો.
જેના પછી તેણે 5
બોલ
બાકી રાખી આ ટારગેટ ચેઝ કર્યો હતો. આ વિજય સાથે દ.આફ્રિકાને સેમિ ફાઈનલમાં એન્ટ્રી
મળી ગઈ છે. જ્યારે ઇંગ્લેન્ડ પહેલાથી જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. દ.આફ્રિકા
ગ્રૂપ 2માં 6 પોઈન્ટ સાથે ટોપ પર
પહોંચી ગઈ છે જ્યારે ઈંગ્લેન્ડ 4 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.