logo

header-ad

જામનગરના જામજોધપુરમાં 20 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, બાઈક પર આવેલા બે લૂંટારા ગુનાને અંજામ આપી ફરાર

  • Published By : Jago News
  • Updated on : 2023-03-14 18:56:35

જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે ધોળેદિવસે 20 લાખ રૂપિયાની દિલધડક લૂંટનો બનાવ બનતા ચકચાર મચી છે. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટના CCTVમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

ચાલુ વાહને જ લૂંટને અંજામ આપ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરના સમયે ભૌતિક રામોલિયા નામના વેપારી બેંકમાંથી 20 લાખ રૂપિયા ઉપાડી માર્કેટીંગ યાર્ડ જઈ રહ્યા હતા. ત્યારે જ પાછળથી આવેલા બે બાઈકસવારોએ ભૌતિક રામોલિયા પાસે રહેલો 20 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. વેપારી કંઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ પૂરઝડપે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

લૂંટની ઘટના CCTVમાં કેદ થઈ
જામજોધપુર માર્કેટીંગ યાર્ડ નજીક બનેલી દિલધડકની લૂંટનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં ભોગ બનનાર વેપારી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે જ પાછળ પીછો કરી રહેલા બે લૂંટારુ તેની બાઈકની બાજુમાં આવી પહોંચે છે અને વેપારી કંઈ સમજે તે પહેલા જ તેની પાસે રહેલા થેલાની લૂંટ કરી ફરાર થઈ જાય છે. વેપારી પીછો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, લૂંટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી
જામજોધપુરમાં ધોળે દિવસે લાખો રૂપિયાની ઘટનાના પગલે લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જિલ્લાની તમામ સરહદો પર નાકાબંધી કરવામાં આવી છે. સીસીટીવીમાં કેદ થયેલા લૂંટારુઓની અને તેના વાહનની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

Related News