logo

header-ad

દેશમાં હીટવેવનો કહેર ચાલુ રહેશે, 7 રાજ્યમાં 5 દિવસ હીટવેવનું રેડ અલર્ટ

  • Published By : Jago News
  • Updated on : 2024-05-24 12:24:02

નવી દિલ્લી: ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે. આ રાજ્યોમાં હીટ વેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ગુરુવારે લુ અને ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. બાડમેરમાં સતત બીજા દિવસે તાપમાન 48 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. અહીં તાપમાન 48.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેસલમેરને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાતી વાવાઝોડુ રેમલ સર્જાઈ રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને ટકરાશે. સાવચેતીના પગલા તરીકે, માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

અસર: ગરમીના કારણે દેશમાં વીજળીની માંગ વધી, રાજસ્થાનમાં 20% વધી
પાવર મિનિસ્ટ્રીના ડેટા અનુસાર, ભારતમાં વીજળીની માંગ ગુરુવારે 237 ગીગાવોટ (GW) ના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ સપ્તાહની શરૂઆતમાં તે 234 ગીગાવોટ (GW) હતી. અગાઉ, પાવરની મહત્તમ માંગ સપ્ટેમ્બર, 2023માં 243.27 GW જેટલી ઊંચી હતી. દિલ્હીમાં આ માંગ 8 હજાર મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે. રાજસ્થાનમાં વીજળીનો વપરાશ 20% વધ્યો છે. સરકારે કહ્યું કે જરૂર પડશે તો અન્ય રાજ્યોમાંથી વીજળી ખરીદવામાં આવશે.

 

 

Related News