logo

header-ad

બેકગ્રાઉન્ડમાં હનુમાનજી..., 'સિંઘમ અગેન'માં રણવીરનો ફર્સ્ટ લુક આઉટ, અજય દેવગણે રિલીઝ કર્યું પોસ્ટર

  • Published By : Jago News
  • Updated on : 2023-10-30 18:08:17

Singham Again: રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેંચાઈઝીની નેક્સટ ઈન્ટોલમેન્ટ 'સિંઘમ અગેન' ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એકવાર સિંઘમ એટલે કે અજય દેવગણની જબરજસ્ત એક્શન જોવા મળશે.  'સિંઘમ અગેન' માં ટાઈગર શ્રોફથી લઈને અક્ષય કુમાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોરદાર એક્શન સીક્વેંસ કરતા જોવા મળી રહ્યા છે. હાલમા જ ફિલ્મની જોરદાર એક્શનની તસવીરો સામે આવી હતી. તો હવે ફેન્સની એક્સાઈટમેંટ વધારતા 'સિંઘમ અગેન' નો રણવીર સિંહનો ફસ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.

અજય દેવગણે શેર કર્યો 'સિંઘમ અગેન'નો રણવીર સિંહનો ફર્સ્ટ લુક

અજય દેવગણે આજે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (X) પર 'સિંઘમ અગેન'નો રણવીર સિંહનો ફસ્ટ લુક શેર કર્યો છે. પોસ્ટરમાં રણવીર સિંહ પોલીસની વર્દીમાં જોરદાર દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે સંગ્રામ ભાલેરાવની ભૂમિકામાં જોવા મળતા રણવીર સિંહના આ પોસ્ટરમાં ભગવાન હનુમાનજીની તસવીર જોવા મળી રહી છે. તેને જોઈ ફેન્સની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. તો રણવીર સિંહના પોસ્ટર શેર કરતા અજય દેવગણે કેપ્શનમાં લખ્યું છે કે, "મારી ટુકડીનો સૌથી કુખ્યાત ઓફિસર અધિકારી". 

ચાહકો અજય દેવગણનું પોસ્ટર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે

અજય દેવગણ દ્વારા 'સિંઘમ અગેન' નું રણવીર સિંહનું પહેલું પોસ્ટર જાહેર કરી દીધુ છે. જેમાં ફેંસને ઘણુ પસંદ આવી રહ્યું છે. તેની સાથે હવે ફેંસ એવું પણ પુછી રહ્યા છે કે 'સિંઘમ અગેન' નું અજય દેવગણનું પોસ્ટર ક્યારે રિલીઝ કરવામાં આવશે. 



Related News