logo

header-ad

અમેરિકામાં વધું એક ગુજરાતીની હત્યા, પોલીસ અધીકારી તરીકે ફરજ બજાવતા દ.ગુજરાતના વ્યક્તિની ગોળી મારી હત્યા..

  • Published By : Jago News
  • Updated on : 2021-11-10 05:47:00

 

એટલાન્ટા,

અમેરિકામાં વધુ એક ગુજરાતીની આજે હત્યા કરી દેવામાં આવી છે. દ.ગુજરાતના બિલીમોરા ના વતની પરમહંસ દેસાઇની જ્યોર્જીયા ખાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પરમહંસ દેસાઇ અહીં પોલીસ અધીકારી તરીકે ફરજ બજાવતા હતા. અને તેઓ એક આરોપીની ઘરપકડ કરવા જતા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મૂળ ગુજરાતી અને વર્ષોથી અહીં અમેરિકામાં વસતા પરમહંસ દેસાઇ, કે જેઓ પોલીસ અધીકારી તરીકે જ્યોર્જીયા રાજ્યમાં ફરજ બજાવતા હતા. તેઓની ગત 4 નવેમ્બરના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પરમહંસ દેસાઇ જ્યોર્જીયા રાજ્યના એટલાન્ટા શહેરમાં પોલીસ અધીકારી તરીકે ફરજ બજાવતા હતા. જેના પગલે તેમને વારંવાર ખતરનાક ગુનેગારો સાથે બાથ ભીડવી પડતી હતી. ગત 4 નવેમ્બરે તેઓ ઘરેલું હિંસાના કેસમાં આરોપીની ઘરપકડ કરવા ગયા હતા. ત્યારે તેઓની ઉપર આરોપીએ હુમલો કરીને ગોળી મારી દિધી હતી. જો કે, તાત્કાલીક તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યુ છે. પરિવારજનોએ પરમહંસ દેસાઇના શરીરના અંગોનું દાન કર્યુ છે.

પરમહંસ દેસાઇ 8 વર્ષના હતા, ત્યારથી તેઓને પોલીસ અધીકારી તરીકે ફરજ બજાવવાની ઇચ્છા હતી. જેના પગલે તેઓએ પહેલેથી જ પોલીસ અધીકારી બનવા માટેની તૈયારી કરી હતી. અને અંતે પોલીસ અધીકારીની નોકરી સ્વીકારી હતી. તેઓ પહેલેથી જ પોલીસ અધીકારી તરીકે કડક રીતે ફરજ બજાવતા હતા. પણ બીજી તરફ પરિવારજનો સાથે તેઓ પ્રેમથી અને વ્હાલથી રહેતા હતા. પરમહંસ દેસાઇને બે બાળકો છે. જેમાં એક 11 વર્ષનો ઓમ અને બીજો 8 વર્ષનો નમહ નામના બે દિકરા છે. પરમહંસ દેસાઇ તેમના પત્નિ અંકિતા દેસાઇને પણ ખુબજ પ્રેમ કરે છે. જો કે, હાલ આ માળો વિખેરાઇ ગયો છે. જો કે, તેમના પરિજનો માટે અમેરિકામાં દાન મેળવવાનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યુ છે. અને અહીંના મૂળ ગુજરાતીઓ ખોબે-ખોબે દાન કરી રહ્યા છે.  

Related News