ગુજરાતના ખેલાડીઓ હારીને પણ જીત્યા:ટીમે 9માંથી 6 એવોર્ડ જીત્યા; ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયા મળ્યા
- Published By : Jago News
- Updated on : 2023-05-30 17:37:09
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનને તેનો
ચેમ્પિયન મળી ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને
હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. સોમવારે રિઝર્વ ડે પર અમદાવાદમાં રમાયેલી
ફાઈનલમાં CSKનો 5 વિકેટે વિજય થયો હતો. છેલ્લા 2 બોલ પર રવીન્દ્ર
જાડેજાએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
CSKને ટાઇટલ જીતવા માટે 20 કરોડ રૂપિયાની ઈનામી
રકમ મળી હતી. જ્યારે રનર્સઅપ ગુજરાત ટાઇટન્સે 12.50 કરોડ રૂપિયા જીત્યા
હતા. ત્રીજા સ્થાને રહેલી મુંબઈ ઈન્ડિયન્સને 7 કરોડ અને ચોથા સ્થાને
રહેલી ટીમ લખનઉ સુપરજાયન્ટ્સને 6.50 કરોડ રૂપિયા મળ્યા હતા.
9માંથી 6 વ્યક્તિગત એવોર્ડ
ગુજરાતના નામે છે
પ્લેયર ઓફ ધ ફાઈનલ ડેવોન કોનવેને 5 લાખ રૂપિયા મળ્યા. બીજી
તરફ ફાઇનલમાં હારેલા ગુજરાત ટાઇટન્સના 3 ખેલાડીઓએ 9માંથી 6 વ્યક્તિગત એવોર્ડ જીત્યા
હતા. શુભમન ગિલને સૌથી વધુ 4 એવોર્ડ મળ્યા, આ પુરસ્કારોની સાથે
તેણે 40 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી. અંતિમ પ્રેઝન્ટેશન
સેરેમનીમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ
સિઝન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, ગેમચેન્જર ઓફ ધ યર, હાઈએસ્ટ ફોર્સ અને
મેક્સિમમ સિક્સિસ એવોર્ડ વગેરે પણ આપવામાં આવ્યા હતા.