logo

header-ad

સરકારની જીદ ચાલુ, ચીકી મળશે:ભક્તોને પ્રિય મોહનથાળનો પ્રસાદ અને સરકારને પ્રિય ચીકીનો વેપાર ચાલુ રહેશે; મંદિરના વહીવટદારો સાથે સરકારની બેઠક બાદ નિર્ણય

  • Published By : Jago News
  • Updated on : 2023-03-14 18:25:00

અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બદલવાનો નિર્ણય બદલવો પડ્યો છે. મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. જેમાં મોહનથાળ ચાલુ રાખવો કે અંગે બેઠક કરીને નિર્ણય લેવાયો છે. ત્યારે હવે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. આ સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ આપવામાં આવશે. એ ભક્તોની ઈચ્છા રહેશે કે, તેઓ કયો પ્રસાદ ખરીદે છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવતાં ભક્તો નારાજ થયા હતા અને તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. જેથી ચીકીના પ્રસાદને રદ કરવામાં આવ્યો છે.    

અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં અંબાજી મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોહનથાળના પ્રસાદને યથાવત રાખવાની જાહેરાત કરી હતી. ઋષિકેષ પટેલે કહ્યું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. પરંતુ ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. મોહનથાળની ક્વોલિટીમાં સુધારો કરવામા આવશે. તેની સાથે જ વધારામાં સુખડીનો પ્રસાદ પણ ઉમેરાશે. 

મંદિરના મુખ્ય ભટ્ટજીએ કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ રહેશે. માવા અને સિંગની સુખડી પણ ચાલુ રહેશે. પ્રસાદ તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણય અંગે અમને ધ્યાન નથી. તો મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આસ્થા એ વિશ્વાસ સાથે જોડાયેલો વિષય છે. મોહનથાળ 35 -37 વર્ષની મંદિરની પ્રસાદ વ્યવસ્થાનો ભાગ હતો. મોહનથાળની ગુણવત્તા અંગે જે સૂચનો અને ફરિયાદ મળી એ બાદ ફેરફાર કરાયો હતો. હવે ગુણવત્તા મામલે જે સૂચનો મળ્યા છે એ મુજબ યોગ્ય ગુણવત્તા જળવાય એ મુજબ કરીશું. 

 

Related News