FDSWC એચિવર્સ એવોર્ડ ગુજરાત 2024નું શાનદાર આયોજન કરાયું
- Published By : Jago News
- Updated on : 2024-02-29 18:50:33
અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ
કન્ઝ્યુમર વેલ્ફેર કમિટી તરફથી FDSWC
એચિવર્સ એવોર્ડ ગુજરાત 2024નું શાનદાર આયોજન
કરવામાં આવ્યું. આ એવોર્ડ વિતરણ સમારોહમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને
રાજકોટના જાણીતા ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા. કેમ કે
તેમણે ગ્રાહકોને સતત અને સુરક્ષિત સેવા આપીને પોતાના બિઝનેસને ઉંચાઈએ તો
પહોંચાડ્યો. સાથે તેને બ્રાન્ડ પણ બનાવી.
સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીર
મોરેએ જણાવ્યું કે આ એવોર્ડ યાદીમાં ગાંધીનગરમાં આવેલ નારાયણી હાઈટ્સ, સુરતના બી
ક્રીમી આઈસક્રીમ, અમદાવાદના જય ભવાની વડાપાંઉ, અમદાવાદની હોટલ મોતી મહલ, આણંદની
એકતા રેસ્ટોરાંને સન્માનિત કરવામાં આવી. આ સિવાય બીજા કોને એવોર્ડ આપવામાં આવ્યા
તેની વાત કરીએ તો.
ગાંધીનગરની રાધે પ્રેમની
મીઠાશ
સુરતની સિગડી રેસ્ટોરાં
સુરતની 24 કેરેટ મિઠાઈ
મેજિક
વડોદરાનું જગદીશ ફૂડ ઝોન
આણંદની બ્લુએવરી હોસ્પિટાલિટી
ગાંધીનગર અને અમદાવાદનું
રાજવી ફૂડ કોર્નર
સુરતનું ક્રિમી હેવન
અમદાવાદનું મસાલા મારકે
રાજકોટની જલારામ ચિકી
અમદાવાદના ડોસાવાલા
અમદાવાદના અમ્રિતસરી કુચ્ચા
સુરતનું અલ ખલીલ ટી સેન્ટર
સુરતનું હુઝેફા નાસ્તા
સેન્ટર
અમદાવાદનું સી વિન્ડ
સોલ્યુશન
અમદાવાદનું વિશ્વા બ્યુટી
કેર
ઈન્ફ્રલૂએન્સર ટર્બન મિર્ચી
અમદાવાદનું ધ અક્ષય પાત્ર
ફાઉન્ડેશન
અમદાવાદનું વાસ્તુ ઈમેજ
રોયલ કમાન્ડોને આ એવોર્ડથી
સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં એવોર્ડ આપવા
માટે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, નરોડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી
નિર્મલા વાઘવાની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિનેષ વ્યાસ, ન્યૂઝ ઓનલાઈનના એડિટર અને
ડાયરેક્ટર હિરેન વ્યાસ, ડૉ, હિમાંશુ પટેલ, રવિરાજ પૂજારી, ગુજરાત આયુર્વેદ બોર્ડના
ચેરમેન હસમુખ સોની, કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ એવોર્ડ વિજેતાઓનો
ઉત્સાહ વધાર્યો હતો.