જાણીતી 35 વર્ષીય સાઉથ એક્ટ્રેસનું નિધન, ફ્લેટમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
- Published By : Jago News
- Updated on : 2023-10-30 17:16:10
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મોની એક્ટ્રેસ રેન્જુશા મેનન તેમના તિરુવન્તપુરમના શ્રીકાર્યમમાં પોતાના ફ્લેટની અંદર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. એક્ટ્રેસ મુખ્ય રૂપે અનેક ટેલિવિઝન શો અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરતી નજર આવી ચૂકી છે. રેન્જુશા સપોર્ટિંગ રોલ કરવા માટે જ ફેમસ હતી.
35 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા
મલયાલમ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રેન્જુશા મેનન પોતાના ભાડાના ફ્લેટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી છે. તે માત્ર 35 વર્ષની જ હતી. શ્રીકાર્યમ પોલીસે એક્ટ્રેસના મોતની તપાસ શરૂ કરી દીધી છે. બધાને શંકા ત્યારે ગઈ જ્યારે સોમવારે સવારે તેમના પરિવારને જાણ થઈ કે, તેમનો ફ્લેટ લાંબા સમયથી બંધ છે. ત્યારબાદ જ્યારે દરવાજો ખોલ્યો તો તે ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી.
એક્ટ્રેસનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
રેન્જુશાના નિધનનું કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. રેન્જુશા મેનન એક જાણીતી એક્ટ્રેસ હતી જેણે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે કેટલીક મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
એક્ટ્રેસ ભરતનાટ્યમ ડાન્સર પણ હતી
રેન્જુશાને 'સ્ત્રી', 'નિજાલટ્ટમ', 'મૈગાલુદે અમ્મા' અને 'બાલામણિ' જેવા તેના પાત્રો માટે ઓળખવામાં આવે છે. અભિનય ઉપરાંત રેન્જુશા એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ હતી. તેમના પરિવારમાં તેમના પિતા સીજી રવિન્દ્રનાથ અને માતા ઉમાદેવી છે.