logo

header-ad

ચૂંટણી ટાણેે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષના કાર્યાલયની બહાર વિસ્ફોટ, 8 લોકોનાં મોત

  • Published By : Jago News
  • Updated on : 2024-02-07 15:09:36

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલૂચિસ્તાનમાં એક મોટી વિસ્ફોટની ઘટના બની. અહેવાલ અનુસાર એક રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવતાં આ વિસ્ફોટ કરાયો હતો જેમાં 8 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. 


પાર્ટીના કાર્યકરો લપેટમાં આવ્યાં 

અધિકારીઓના જણાવ્યાનુસાર પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બુધવારે જ એક રાજકીય પક્ષના કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કરાયો હતો જેની લપેટમાં પાર્ટીના કાર્યકરો આવી ગયા હતા. જેમાં 8 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જોકે ઘણાં લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે. આ મામલે ડેપ્યુટી કમિશનર જુમ્મા દાદ ખાને કહ્યું કે પિશિન જિલ્લાના નોકાંડી વિસ્તારમાં આવેલા કાર્યાલયે આ ઘટના બની હતી. 

આવતીકાલે ચૂંટણી યોજાવાની છે 

ઉલ્લેખનીય છે કે આવતીકાલે પાકિસ્તાનમાં સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવા સમયે આ વિસ્ફોટની ઘટના ડરામણી છે. બીજી બાજુ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન સામે એક પછી એક ચુકાદા અને મોટી કાર્યવાહીઓના પગલે આ ચૂંટણીમાં ગેરરીતિ થવાની ચિંતા વધી ગઇ છે. 

Related News