અઢી કલાકની ચર્ચા પછી પણ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું કોકડુ ઉકેલાયું નહીં, હવે મહારાષ્ટ્રનો નાથ કોણ બનશે?
- Published By : Jago News
- Updated on : 2024-11-29 12:21:21
નવી દિલ્લી: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપ હાઈકમાન્ડે આને મંજૂરી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, દેવેન્દ્ર ફડણવીસને સત્તાની કમાન મળશે. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી. જેમાં એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ તેમની 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. ચાલો જાણીએ કે શિંદેએ સરકાર પાસેથી શું માંગ્યું?
CMનો તાજ કોના શીરે?
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે રાજધાનીમાં મહારાષ્ટ્ર સરકારની રચના અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી, જ્યાં મુખ્યમંત્રી પદ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP)ના હશે અને આ તાજ દેવેન્દ્ર ફડણવીસના માથા પર મૂકવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ પદને લઈને કોઈ ચર્ચા થઈ ન હતી.
શાહ સામે આ 4 મોટી માંગણીઓ મૂકી
સુત્રોના જણાવ્યા મુજબ, જ્યારે સીએમ પદ ભાજપ પાસે ગયું ત્યારે એકનાથ શિંદેએ પોતાની ચાર મુખ્ય માંગણીઓ અમિત શાહ સમક્ષ મૂકી. તેમણે કહ્યું કે સૌથી પહેલા શિવસેનાને કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સહિત 12 મંત્રી પદ મળે. બીજું- તેમની પાર્ટી પાસે વિધાન પરિષદના અધ્યક્ષનું પદ રહેશે. ત્રીજું- વિભાગમાં ગાર્ડિયન મિનિસ્ટરને યોગ્ય સન્માન મળવું જોઈએ અને ચોથું- ગૃહ અને શહેરી વિકાસ વિભાગનો પણ સમાવેશ કરવો જોઈએ.
મુખ્યમંત્રીની પસંદગીમાં જ્ઞાતિના સમીકરણો નિર્ણાયક બની શકે
મહારાષ્ટ્રમાં 28% મરાઠા, 12-12% દલિત અને મુસ્લિમ, 8% આદિવાસી છે. 38% OBC છે. બ્રાહ્મણ અને અન્ય સમુદાયોની વસતી 8% છે. અહીં સમગ્ર રાજકારણ મરાઠા વિરુદ્ધ બિન-મરાઠાના રાજકીય સમીકરણ પર આધારિત છે. રાજ્યમાં 150 બેઠકો પર મરાઠાઓનો પ્રભાવ છે અને 100 પર ઓબીસીનો પ્રભાવ છે. 2019ની ચૂંટણીમાં 288માંથી 160 ધારાસભ્યો મરાઠા સમુદાયના હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18 મુખ્યમંત્રીઓમાંથી 10 મરાઠા સમુદાયના છે, જેમાં કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.