logo

header-ad

Elon musk આવતા વર્ષે ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરશે

  • Published By : Jago News
  • Updated on : 2021-10-11 10:54:46

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હોવાની સાથે સતત કંઈક નવું કરવા માટે પણ જાણીતા છે. થોડા દિવસ પહેલાં જ તેમણે સંકેત આપ્યો હતો કે તેમની કંપની સ્ટારલિંક ટૂંક સમયમાં તેની સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ જલદી જ ભારતમાં લાવી શકે છે. હવે ફાઈનલી આ મામલે જાહેરાત કરી દેવામાં આવી છે કે સ્ટારલિંક ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબ્રેન્ડ સર્વિસ શરૂ કરી શકે છે. કંપની ઈન્ટરનેટ સર્વિસ આપવા માટે દેશના 10 ગ્રામીણ લોકસભા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વાતની જાણકારી કોઈ અન્યએ નહીં પરંતુ ભારતમાં સ્ટારલિંકના કન્ટ્રી ડાયરેક્ટર સંજય ભાર્ગવે આપી છે.

લિંક્ડઈન પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે સ્પેસએક્સ દેશમાં મોકલવામાં આવેલાં 80 ટકા ટર્મિનલો માટે દસ ગ્રામીણ લોકસભા વિસ્તારો પર ફોકસ કરશે. તેઓ ઉચ્ચ અધિકારીઓને મળવાના હોવાનો પણ સંકેત આપ્યો હતો. સ્ટારલિંક 2 લાખ સક્રિય ર્ટિમનલો સાથે ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબેન્ડ સેવાની શરૂઆત કરશે. આ બાજુ સ્ટારલિંકના કારણે જિયો, એરટેલ જેવી મોનોપોલી ધરાવતી કંપનીઓ ચિંતામાં મુકાઈ છે, કેમ કે તેમની સર્વિસને લઈને ગ્રાહકોમાં ભારે રોષ છે પરંતુ વિકલ્પના અભાવે તેમનું કશું ચાલતું નહોતું.  

Related News