હઝારીબાગમાં પ્રચાર પણ ન કર્યો અને મત પણ આપ્યો નહીં, પાર્ટીએ નોટિસ ફટકારી માગ્યો જવાબ
- Published By : Jago News
- Updated on : 2024-05-21 11:03:38
નવી દિલ્લી: ભાજપે
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હઝારીબાગના વર્તમાન સાંસદ જયંત સિન્હાને કારણ બતાવો
નોટિસ ફટકારી છે. પાર્ટીના ઝારખંડ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં
તેમને બે દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે પાર્ટીએ જયંત
સિન્હાની ટિકિટ કાપી છે. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. જયંત પૂર્વ નાણામંત્રી યશવંત
સિંહાના પુત્ર છે. સિન્હાને આપવામાં આવેલી નોટિસમાં લખ્યું છે- પાર્ટીએ
જ્યારથી મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે,
ત્યારથી તમે સંગઠનાત્મક કામ અને ચૂંટણી પ્રચારમાં કોઈ રસ
નથી લઈ રહ્યા. તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવાનું પણ યોગ્ય ન માન્યું. તમારા
આચરણથી પાર્ટીની છબી ખરડાઈ છે.