logo

header-ad

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો, હાલ જેલમાં જ રહેશે

  • Published By : Jago News
  • Updated on : 2024-06-25 16:15:49

નવી દિલ્લી: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં જ રહેશે. હાઈકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે દલીલો યોગ્ય રીતે કરવામાં આવી નબોતી, તેથી રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરીએ છીએ. કોર્ટે EDને દલીલ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે 21 જૂનના રોજ EDની અરજી પર રોક લગાવી દીધી હતી. હવે આવતીકાલે (બુધવારે) દિલ્હીના સીએમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

હાઈકોર્ટની 5 મોટી ટિપ્પણીઓ

·         ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર વિચાર કરી શકાય નહીં, તે સંપૂર્ણપણે અયોગ્ય છે. આ દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે સામગ્રી પર ધ્યાન આપ્યું નથી.

·         આ બાબતે એક મજબૂત દલીલ કરવામાં આવી હતી કે જજે કલમ 45 PMLAની બેવડી શરતોને ધ્યાનમાં લીધી નથી.

·         ટ્રાયલ કોર્ટે એવો કોઈ નિર્ણય ન આપવો જોઈએ જે હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ હોય.

·         ટ્રાયલ કોર્ટે કલમ 70 PMLAની દલીલને પણ ધ્યાનમાં લીધી નથી.

·         કોર્ટનું એમ પણ માનવું છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા માટે જામીન આપ્યા હતા. એકવાર તેમની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, તેથી એમ કહી શકાય નહીં કે કાયદાનું ઉલ્લંઘન કરીને તેમની વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો.

 

 

 

 

Related News