logo

header-ad

જામીન પર પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

  • Published By : Jago News
  • Updated on : 2024-06-24 11:53:57

નવી દિલ્લી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામીનને લઈને રવિવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. કેજરીવાલના વકીલોએ આ અંગે આવતીકાલે એટલે કે 24 જૂને સુનાવણી કરવાની માગ કરી છે. હકીકતમાં, 21 જૂનના રોજ દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેંચે EDની અરજી પર સુનાવણી કરતા ચુકાદો સંભળાવવામાં આવે ત્યાં સુધી જામીન પર રોક લગાવી દીધી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે અમે 24-25 જૂન સુધીમાં ચુકાદો આપીશું. ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. વલ20 જૂને રાત્રે 8 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. ન્યાયાધીશ ન્યાયબિંદુની ખંડપીઠે કહ્યું હતું કે ઇડી પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. કોર્ટે કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા.


રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા હતા જામીન:

ઈડીએ નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ 21 જૂને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ સુધીર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની બેંચમાં EDના વકીલ એસવી રાજુએ કહ્યું- નીચલી કોર્ટનો નિર્ણય યોગ્ય નથી. અમને અમારી દલીલો રજૂ કરવા માટે પૂરો સમય મળ્યો નથી. ઇડી વતી એએસજી એસવી રાજુ, કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરીએ લગભગ 5 કલાક સુધી દલીલો રજૂ કરી હતી. ખંડપીઠે 5 કલાકની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો અને તમામ વકીલોને સોમવાર (24 જૂન) સુધીમાં લેખિત દલીલો દાખલ કરવા જણાવ્યું હતું.

Related News