logo

header-ad

'વીડિયો ડિલિટ કર નહીતર...', ઉર્ફી જાવેદને 'છોટા પંડિત' બનવું પડ્યું ભારે! મળી જાનથી મારી નાખવાની ધમકી

  • Published By : Jago News
  • Updated on : 2023-10-31 18:22:01

પોતાના અલગ જ અંદાજને પગલે ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાની અવનવી ડ્રેસિંગ સ્ટાઇલના કારણે સતત ચર્ચામાં રહેતી આ એકટ્રેસે બે દિવસ પહેલાં જ પોતાનો અએક નવો લુક શેર કર્યો હતો. જેને જોઇને તેના ફૈન્સ ખુશ થયા છે તો કેટલાક લોકોના મુડ ઓફ થઇ ગયા છે. 

બે દિવસ પહેલા ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ભૂલ ભુલૈયાના છોટા પંડિતમાં જોવા મળી હતી. આ વીડિયોમાં ઉર્ફીએ નારંગી અને લાલ રંગની ધોતી પહેરી હતી, તેના ચહેરા પર લાલ રંગ લગાવ્યો હતો, તેના ગળામાં ફૂલોની માળા પહેરી હતી અને તેના કાનમાં અગરબત્તી લગાવી હતી.

હવે ઉર્ફીની આ ફેશન તેના જીવ માટે ખતરો બની ગઈ છે. છોટા પંડિતના લુકની નકલ કરવા બદલ અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આટલું જ નહીં અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે.

એકટ્રેસે શેર કરી પોસ્ટ 

અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્ફીએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં કેપ્શનમાં લખ્યુ છેકે, હું સ્તબ્ધ છું, કે મને એક ફિલ્મના કિરદારને ફરી બનાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે, જો કે આ કિરદાર પર કોઇ રિએક્શન આવ્યું નથી. 

એક વ્યક્તિએ ઉર્ફીને મેઈલ કરીને લખ્યું કે, તમે જે વીડિયો અપલોડ કર્યો છે તેને ડિલીટ કરો, નહીં તો તમને મારવામાં સમય નહીં લાગે. અન્ય એક વ્યક્તિએ મેઈલ કર્યો - ઉર્ફી જાવેદ આપણા હિન્દુ ધર્મને બદનામ કરી રહી છે. તેને હું તેને રસ્તા પર ગોળી મારી દઇશ.  

આ પહેલાં પણ ઉર્ફીને જાનતી મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે.આ પહેલાં પણ પોતાના અતરંગી કપડાને લઇને એકટ્રેસને જાનથી મારી નાંખવાના ધમકીભર્યા કોલ આવતા હતા. 

Related News